- ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે.
- અમદાવાદના નારોલમાં પણ સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે.
- નારોલમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ થતા તેને સિવિલ હોસ્પિટલના ICU વિભાગમાં દાખલ કરવામાં આવી છે.
- આ મામલે પોલીસે હાલ અપહરણ અને પોસ્કો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
- પ્રાપ્ત વિગતો અનુસાર 11 ડિસેમ્બરના રોજ સગીરા ઘરેથી ગુમ થયા બાદ નજીકની સોસાયટી પાસેથી મળી આવી હતી.
- જેને પગલે સોસાયટીના રહીશોએ આ બાળકીને પોલીસને સોંપી હતી.
- ત્યાર બાદ પોલીસે આ બાળકીને તેના પરિવારને સોંપી હતી.
- પરંતુ સાંજે બાળકીએ પેટમાં દુઃખતું હોવાનું પરિવારને ફરિયાદ કરતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જેને પગલે નારોલ પોલીસ ઘટનાસ્થળે અને હોસ્પિટલે પહોંચી હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News