- રાજ્યમાં દિવસને દિવસે દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી જાય છે. ત્યારે ડાયમંડ સીટી સુરત ફરી એકવાર લજવાયું છે.
- સુરતના સચિન વિસ્તારમાંથી ગુમ થયેલી 15 વર્ષીય કિશોરી 6 મહિના પહેલા કોઈ અજાણ્યા વ્યક્તિને વેચાઈ હતી, જેણે 6 મહિના સુધી અમદાવાદમાં લાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
- હાલ સુરત પોલીસે અમદાવાદમાંથી આ વ્યક્તિને ઝડપીને કિશોરી છોડાવીને આરોપીની વધુ પુછપરછ શરૂ કરી છે.
- મળતી માહિતી અનુસાર ઘટના પ્રમાણે, સુરતના સચિન વિસ્તારમાં આવેલા જલારામનગરમાંથી એક 15 વર્ષની કિશોરી ગુમ થયાની ફરિયાદ કિશોરીના માતા-પિતાએ સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
- જેના પગલે સુરત પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આવા સમયે પોલીસને બાતમી મળી હતી કે, એક સગીરા અમદાવાદના સેજપુર-બોધા વિસ્તારમાં રહેતા હરીશ ઇશ્વર સોલંકીના ઘરે છે, ત્યારે પોલીસે અમદાવાદમાં આવીને ઓચિંતી રેડ કરી હતી, જ્યાંથી સુરતની 15 વર્ષીય સગીરા મળી આવી હતી.
- ત્યારબાદ પોલીસે આરોપી હરીશ સોલંકીને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું હતું
- આરોપીએ 6 મહિના પહેલા 70 હજારમાં કલોલની એક વૃદ્ધ મહિલા પાસેથી એક કિશોરીને ખરીદી હતી. કિશોરીને નરોડામાં ગોંધી રાખી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપી હરીશની ધરપકડ કરી સુરત લાવી હતી સાંજે મોડી રાત્રે સિવિલ ખાતે તેનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું.
- મેડિકલ તપાસ દરમિયાન આરોપી હરીશે કિશોરીને કલોલથી 70 હજારમાં ખરીદી અમદાવાદમાં તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. હાલ તેના લોહી અને અન્ય નમૂનાને લઈને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News