- વડોદરાના પાદરા નજીક ગવાસદ ગામ પાસે ઓક્સિજન ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 5 કામદારોના મોત નિપજ્યાં હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે.
- આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
- હાલ મૃતદેહોને પાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે. અંદર કેટલા લોકો ફસાયા હોવાથી રેસ્ક્યૂની કામગીરી ચાલુ છે.
- વડોદરાના પાદરામાં આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એમ્સ ઑક્સિજન કંપનીમાં આજે સવારે મોટો ધડાકો થયો હતો.
- ઑક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થતાં અકસ્માતમાં પાંચ વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે.
- આજે સવારે ઑક્સિજન કંપનીમાં કર્મચારીઓ કામ કરી રહ્યા હતા ત્યારે ધડાકો થતા ધરા ધ્રૂજી ઉઠી હતી.
- આ આ અકસ્માતમાં આઠથી વધુ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે. જોકે, કંપની દ્વારા સત્તાવાર રીતે ઇજાગ્રસ્તો અને ઘાયલોની માહિતી આપવામાં આવી નથી.
- બ્લાસ્ટ થયા બાદ અફરાતરફીનો માહોલ થઈ ગયો હતો. ઘાયલ કર્મચારીઓને એમ્બ્યુલ્સની મદદથી નજીકના સારવાર કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા.
- આ કંપની ઑક્સિજન સિલિન્ડર બનાવતી હતી તેમાં કોઈક કારણોસર બ્લાસ્ટ થયો હતો.
- બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલાં લોકોને તાત્કાલિક સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પાદરાની એમ્સ ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થયો હતો.
- બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
- પાદરાના ગવાસદ ગામે આવેલી એમ્સ ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટને કારણે સાતથી આઠ મજૂરોને ઈજાઓ પહોંચી હતી.
- અને આ તમામ મજૂરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
- ઓક્સિજનનો બાટલો ફાટ્યો હોવાને કારણે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. અને બ્લાસ્ટ બાદ કંપનીમાં આગ લાગી ગઈ હતી.
- બ્લાસ્ટને કારણે કંપનીમાં કામ કરી રહેલાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો ગવાસદ ગામમાં પણ ફફડાડનો માહોલ ફેલાઈ ગયો હતો.
- ઘટનાની જાણ થતાં જ 7 એમ્બ્યુલન્સ અને 5 ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવી હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે કંપનીના ઉપરનાં પતરાં ઉડી પણ ઉડી ગયા હતા.
- બ્લાસ્ટની તીવ્રતા તમે એ વાતથી જ સમજી શકો કે, તેનો અવાજ અનેક કિમી દૂર સુધી સંભળાયો હતો. બ્લાસ્ટ સમયે કંપનીના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર ન હતા.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News