• અત્યારે  શિયાળામાં શરીરને ઠંડીથી બચાવવા માટે સ્વેટર, જેકેટ જેવા ગરમ કપડા પહેરવામાં આવે છે. પરંતુ શરીર જો અંદરથી નબળું હોય એટલે કે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો નાની,મોટી બીમારી શરીરને ઘેરી વળે છે.
  • શિયાળામાં કેટલીક ગરમ  વસ્તુઓનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.
  • આ વસ્તુઓ ખાવાથી શરીર અંદરથી ગરમ અને નિરોગી રહે છે. આ વસ્તુઓ
  • માં સૌથી વધારે લાભ કરે છે ગોળ અને દૂધ. દૂધ અને ગોળ શિયાળામાં શરીરને કેવા કેવા લાભ કરે છે તે જ નીચે મુજબ દર્શાવેલ છે .
  • દૂધમાં વધારે પ્રમાણમાં વિટામિન એ, બી અને ડી જોવા  મળે છે. આ ઉપરાંત તે કેલ્શિયમ, પ્રોટીન અને લૈક્ટિક એસિડનો પણ સારો સ્ત્રોત છે.
  • ગોળમાં સુક્રોઝ, ગ્લૂકોઝ, ખનિજ તેલ  અને પાણીનું પ્રમાણ હોય છે. તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહ તત્વ હોય છે. આ તત્વોથી શરીરને કયા કયા લાભ થાય છે તે નીચે મુજબ દર્શાવેલ છે .
  • ગોળમાં ઘણા બધા  તત્વો હોય છે જે શરીરના રક્તમાં રહેલી અશુદ્ધીઓને દૂર કરે છે. તેથી રોજ ગરમ દૂધ અને ગોળનું સેવન કરવાથી શરીરમાંથી અશુદ્ધીઓ દૂર થાય છે.
  • જેના કારણે તમને કોઈ  પણ રોગ ની સામે રક્ષણમ મળે છે ..
  • જો તમે દૂધની સાથે ખાંડનો ઉપયોગ  કરતા હોય તો તમારે તેના બદલે ગોળનો ઉપયોગ કરવો જોઈએ. આ કરવાથી તમારું વજન નિયંત્રણમાં રહેશે. જેના કારણે તમે સ્થૂળતાનો શિકાર નહીં બનો. અને તમારા વજનને કાબુ માં પણ રાખી શકશો ..
  • જો તમને ખોરાક પચવાની સમસ્યા હોય તો ,  ગરમ દૂધ અને ગોળનું સેવન કરવાથી તમે પેટ સંબંધિત દરેક સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.
  •  દરરોજ ગોળ ખાવાથી સાંધાના દુખાવામાં રાહત થાય છે. આદૂ અને ગોળનો એક નાનો ટુકડો રોજ મિક્ષ કરી ખાવામાં આવે તો તેનાથી સાંધા મજબૂત થાય છે અને તમારી સુંદરતામાં પણ વધારો થાય છે . 
  • કોઈપણ પ્રકારનો દુખાવો  ગરમ દૂધ પીવાથી દૂર થાય છે.  મહિલાઓને માસિક સમયે થતા દુખાવામાં પણ ગરમ દૂધ ઘણું ફાયદાકારક નીવડે છે. પીરિયડ શરૂ થવાના 1 અઠવાડિયા પહેલા દરરોજ 1 ચમચી ગોળનું સેવન દૂધ સાથે કરવું જોઈએ તેનાથી  ઘણા ફાયદા જોવા મળે છે…

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024