- અમુક ઉંમર બાદ જીવનમાં સૌથી મહત્વપૂર્ણ જો કોઇ નિર્ણય લેવાનો હોય તો તે લગ્નનો હોય છે.
- આ નિર્ણય જીવનમાં ખુશીઓ લઇને આવે છે.અને તમારા જીવનમાં એક નવો જ વળાંક આવે છે. પણ લગ્ન યોગ્ય જીવનસાથી સાથે ન થાય તો જીવનનું સત્યાનાશ થઇ શકે છે. તેથી લગ્નનો નિર્ણય લેતા પહેલાં આટલું જાણવું ખૂબ જ જરૂરી છે.
- કોઇપણ છોકરો અને છોકરી મળે છે ત્યારે . વાતો કરે છે. વર્તમાન અને ભવિષ્યની પણ તેનાંથી થોડો ઘણો જ અંદાજો આવી શકે છે. કે વ્યક્તિ કેવો છે.
- છોકરા અને છોકરીનાં ભૂતકાળ વિશે પણ અવશ્ય પુછી લો. ચર્ચાઓ વિચારણાઓ કરો. જેથી તેનાં વ્યક્તિત્વનો સંપૂર્ણ ખ્યાલ આવી જાય. જુના રિલેશનશીપ, અફેર્સ હોય કે મિત્રતા હોય. તમામની ચર્ચાઓ કરવી. જેથી તમને એકબીજા વિશે સંપૂર્ણ માહિતી મળી જાય. અને તમને આગળના સમય માં કોઈ તકલીફ નો થાય.
- લગ્ન પહેલાં જ્યારે કપલ મળે ત્યારે મીઠી-મીઠી વાતો કરે છે. પરંતુ અસલી રૂપ અને વ્યક્તિત્વ તો લગ્ન બાદ જ જોવા મળે છે.
- યુવક હોય કે યુવતી બંનેએ તેમનાં જીવનસાથીનો અસલી સ્વભાવ લગ્ન પહેલાં જાણવો ખુબ જ જરૂરી છે. જેના કારણ થી તેમને આગળના આ સમય માં કોઈ પણ સમસ્યા ઉભી નો થાય.
- તેમના લગ્ન જીવન માં એકબીજાની આદત પસંદ નાપસંદ વિશે જાણવું પણ જરૂરી છે.કપલને એકબીજાની આદત, પસંદ નાપસંદ વિશે ખુલીને વાત કરવી જોઇએ. કારણ કે તેનાંથી જ માલૂમ થઈ જાય છે કે તેઓ એકબીજા માટે કેટલાં યોગ્ય છે. તેની જાણ થાય છે.
- જો બંનેની પસંદ નાપસંદ તદ્દન અલગ હોય તો તેઓને સાથે રહેવામાં વધુ પડતી મુશ્કેલી ઉભી થાય છે.. તેઓ નાની-નાની બાબતે બંને એજબીજના વિરોધી હોય તેવું અભુનાંવે છે.
- ઘણી વખત આ નાની નાની વાત જ મોટા ઝઘડાનું કારણ બની જતું હોય છે.જેના લીધે તેઓ સુખી જીવન વિતાવી શકતા નથી.
- યુવતીએ સાયપ્રથમ તેનાં થનારા જીવનસાથી વિશે તમામ વાતો જાણી લેવી ખૂબ જ જરૂરી છે. એક તેની કમાણી, તે દર મહિને કેટલું કમાય છે.
- ભવિષ્યમાં બાળકો થાય તો તેમનો ખર્ચો કેવી રીતે ઉપાડશે, શું તે નવું ઘર ખરીદી શકે છે. ઘર સંસાર સારી રીતે ચલાવી શકશે.આ બાબત યુવકમાં છે કે નહીં તે લગ્ન પહેલાં જાણી લેવી જોઇએ.
- યુવક ની આ બધી વાતો જાણવા માટે તમે નાના અમથા ટેસ્ટ પણ કરી શકો છો. જેમ કે તમે બંને સાથે જતા હોવ અને અચાનક જ તમારાથી તેનાં શર્ટ પર પાણી ઢોળાઇ જાય. તો તેનું રિએક્શન કેવું છે તે જોઈ લેવું તમારા પર ગુસ્સે થાય છે કે નહિ પછી વાંધો નહીં આવું તો થયા કરે.. તે વાત કરી તમને સમજાવે છે તો સમજી જવું કે તે માણસ શાંત સ્વભાવ નો છે…
- કોઈક સમયે તે તેનાં ફ્રેન્ડ સર્કલમાં હોય ત્યારે તેની વાતો કેવી છે તે બધાની જોડે કઈ રીતે વાત કરે છે તેનાં પર અવશ્ય ધ્યાન આપો. તેમની આદતોની પણ નોંધ લો. તે તેનાં ફ્રેન્ડ્સ સાથે હોય ત્યારે તમારા સાથે કેવી રીતે વર્તે છે.અને તમારી નસમ્ભાલ રાખે છે કે નહિ તેનું પણ નિવારણ કરો ..
- આપણા પાર્ટનરને બાળકો પસંદ છે કે નહીં તે તેમની સાથે કેવીવર્તન કરશે તે જાણવું પણ જરુરી છે. તે તેનાં પરિવાર સાથે કેવી રીતે રહે છે. તે વાત પણ જાણવી ખુબ જ જરૂરી છે.
- લગ્ન કરતા પહેલાં તમારા બંનેનાં બોડી ચેકઅપ અવશ્ય કરાવો. તો એનાથી જાણ થાય કે આપ બંનેને સ્વાસ્થ્ય સંબંધીત કોઇ મોટી સમસ્યા તો નથી ને.. તમે બંને એકબીજા માટે મેડિકલી યોગ્ય છો કે નહીં તે પણ જાણવું જરૂરી છે. માટે , યોગયા જીવનસાથી મેળવવો હોય તો ઉપર મુજબ દર્શાવેલ ટિપ્સ જાણવી ખૂબ જ મહત્વની છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News