- રિક્ષામાં પેસેન્જર બેસાડીને નજર ચુકવી ચોરી કરવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે.
- ત્યારે આવો જ એક વધુ કિસ્સો શહેરનાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવ્યો છે.
- મૂળ ચોટીલાનાં દક્ષાબા ઝાલા નામની મહિલા શહેરનાં નંદીપાર્કથી એસટીબસસ્ટેન્ડ જવા માટે એક રિક્ષામાં બેઢી હતી.
- જોકે, આ રીક્ષામાં અન્ય ત્રણ યુવાનો પણ બેઠેલા હતાં.
- પેસેન્જર વધી જતાં એક યુવાન ડ્રાઇવરની બાજુમાં બેસી ગયો હતો જ્યારે મહિલાને પાછળની સીટમાં બેસાડી હતી.
- જોકે, થોડેક આગળ જઇને રિક્ષાચાલકે તેની બાજુમાં બે યુવાનને પાછળની સીટમાં બેસાડી દીધા હતા.
- જ્યારે તેઓ નરોડા રોડ પર આવેલા એસઆરપી કેમ્પ પાસે પહોચ્યા ત્યારે આગળ પોલીસ છે તેમ કહીને રિક્ષાચાલકે મહીલાને રસ્તા પર જ ઉતારી દીધી હતી. ત્યાંથી તેઓ પલાયન થઇ ગયા હતાં.
- જોકે, રીક્ષાચાલક નીકળી ગયા બાદ મહિલાએ જોતા તેની સોનાની ચેઇન ગાયબ હતી.
- જેથી સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં જ પોલીસએ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
- જો અન્ય એક બનાવની વાત કરીએ તો બીજો બનાવ શહેરનાં શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોવા મળ્યો છે.
- જ્યાં મેમ્કો પાસેથી નાગરવેલ જવા માટે એક યુવાન રિક્ષામાં બેઠો હતો.
- જે રીક્ષાચાલકએ નાગરવેલ વિસ્તારમાં જવાને બદલે રીક્ષામાં ગેસ ખુટી ગયો છે તેમ કહીને રીક્ષા જી.ડી.રોડ તરફ એક ગલીમાં લઇ ગયો હતો.
- જ્યાં આ રીક્ષા ચાલકએ પેસેન્જરને પકડી રાખ્યો જ્યારે રીક્ષામાં બેસેલા અન્ય બે લોકોએ યુવાનના ખીસ્સામાંથી 400 રૂપીયા તેમજ મોબાઇલ ફોનની લુંટ કરીને પલાયન થઇ ગયા છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News