- રાજકોટમાં કોઠારિયા વિસ્તારમાં રહેતા 14 વર્ષનાં કિશોર ઇમરાન મુંગલનું ડેન્ગ્યૂનાં કારણે મોત નીપજ્યું છે. આ સાથે ડેન્ગ્યૂથી થયેલી મોતનો આંકડો 10 પર પહોંચ્યો છે. રાજકોટમાં ડેન્ગ્યુનો ભરડો ભયજનક રીતે વધી રહ્યો છે.
- સમગ્ર ઘટનાની મળતી માહિતી પ્રમાણે ડેન્ગ્યૂની બીમારીએ આ વર્ષે માઝા મૂકી છે. છેલ્લા 5 વર્ષની સરખામણીએ 2019માં ડેન્ગ્યુના સૌથી વધુ 3345 કેસ નોંધાયા છે. વર્ષ દરમિયાન ડેન્ગ્યુથી 10 લોકોના મોત પણ થયા છે.
- જેમાં નાના બાળકોના મૃત્યુનું પ્રમાણ વધારે છે. 2018માં ડેન્ગ્યુથી 4 લોકો મૃત્યુ પામ્યા હતા. ડેન્ગ્યૂ સહિતના પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ વરસાદી વાતાવરણમાં વધુ વકરે છે. હાલ પણ રાજ્યમાં કમોસમી વરસાદને કારણે આ રોગોનું પ્રમાણ વધી રહ્યું છે.
- ગુજરાતનાં છેલ્લા 5 વર્ષના આંકડા પર નજર કરીએ તો દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. વર્ષ 2014ની સરખામણીએ 2018માં ચિકનગુનિયાના કેસમાં 20 ગણો વધારો નોંધાયો હતો. એ જ રીતે ડેન્ગ્યૂના કેસમાં પણ 3 ગણો વધારો જોવા મળ્યો હતો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.