Afghanistan
ટોલો ન્યૂઝે સૂત્રોના હવાલાથી જણાવ્યું કે, અફઘાનિસ્તાન (Afghanistan) ના બમિયાન શહેરમાં મંગળવારે થયેલા વિસ્ફોટોમાં 17 લોકોના મૃત્યુ થયા છે અને ઓછામાં ઓછા 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
સ્થાનીક અધિકારીનો હવાલો આપતા ટોલો ન્યૂઝે જણાવ્યું કે, બમિયાન પ્રાંતા કેન્દ્ર બામિયાન શહેરમાં એક સ્થાનીક બજારમાં વિસ્ફોટ થયો. અત્યાર સુધી કોઈએ વિસ્ફોટની જવાબદારી લીધી નથી. ટોલો ન્યૂઝે કહ્યું કે, આ પ્રથમવાર છે કે આ પ્રકારનો વિસ્ફોટ પ્રાંતમાં થયો છે કારણ કે બામિયાન સૌથી સુરક્ષિત પ્રાંતોમાંથી એક છે અને દર વર્ષે અહીં હજારો પર્યટકો પ્રવાસ કરે છે.
નવેમ્બર મહિનાની શરૂઆતમાં બંદૂકધારિઓએ કાબુલ યુનિવર્સિટીમાં હુમલો કર્યો હતો. તેમાં 35 લોકોના મોત થયા તો 50થી વધુને ઈજા પહોંચી હતી. મૃત્યુ પામનાર મોટા ભાગના વિદ્યાર્થીઓ હતા. હુમલાની જવાબદારી કુખ્યાત આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે લીધી હતી.
આ પણ જુઓ : Lockdown : ગુજરાત સરકારનું કરફ્યૂ અને લોકડાઉનને લઈને મોટું નિવેદન
આ પહેલા કાબુલમાં એક બાદ એક ઘણા રોકેટ હુમલા થયા હતા. રહેણાક વિસ્તારને નિશાન બનાવીને 23 રોકેટ છોડવામાં આવ્યા હતા. હુમલામાં આઠ નાગરિકોના મોત તો 31ને ઈજા પહોંચી હતી. કેટલાક રોકેટ દૂતાવાસોની નજીક પડ્યા હતા. આતંકી સંગઠન તાલિબાને નિવેદન જાહેર કરી કહ્યું હતું કે, તેમાં તેનો કોઈ હાથ નથી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.
