Satish Dhupelia

Satish Dhupelia

મહાત્મા ગાધીના પ્રપૌત્ર સતિશ ધુપેલિયા (Satish Dhupelia)નું કોરોના સબંધીત માંદગીના કારણે દક્ષિણ આફ્રિકામાં અવસાન થયું હતું, એમ પરિવારના એક સભ્યે કહ્યું હતું. સતિશના બહેન ઉમા ધુપેલિયા-મેસથેરીએ તેમના ભાઇના સમાચારને સમર્થન આપ્યું હતું.

તેઓ કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ હોસ્પિટલમાં રવિવારે ગુજરી ગયા હતા. તેમને ન્યુમોનિયાની સારવાર માટે દવાખાને દાખલ કરાયા હતા જ્યાં કોરોના સંક્રમિત થયા હતા.

ઉમાએ સોશિયલ મીડિયામાં પોસ્ટમાં કહ્યું હતું કે, ‘એક મહિના સુધી ચાલેલી ન્યુમોનિયાની માંદગી પછી મારા વ્હાલા ભાઇ સતિશનું અવસાન થયું હતું. તેમની સારવાર દરમિયાન જ કોવિડ-19 સંક્રમિત થયા હતા. સાંજે તેમને જીવલેણ હૃદયનો હુમલો આવ્યો હતો’.

આ પણ જુઓ : BrahMos મિસાઈલના લેન્ડ એટેક વર્ઝનનું સફળ પરીક્ષણ

બે બહેનો અને એક ભાઇ (મૃતક) મહત્મા ગાધીના પૌત્ર મણીલાલ ગાંધીના સંતાન છે. મહાત્મા ગાંધી એ 20 વર્ષ સુધી દક્ષિણ આફ્રિકામાં કામ કર્યું હતું અને ત્યાર પછી ભારતમાં સામાજીક સેવા કરવા મણીલાલને દક્ષિણ આફ્રિકામાં કામ કરવા માટે છોડી ગયા હતા.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024