Kanti Gamit
તાપી ખાતે યોજાયેલા ભાજપના નેતા કાંતિ ગામિત (kanti gamit) ના પરિવારના પ્રસંગની હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. હાઈકોર્ટે પૂછ્યું કે, તાપી ખાતે યોજાયેલ લગ્ન સમારોહમાં આટલી ભીડ આવી ક્યાંથી. લગ્ન સમારોહનો વીડિયો અમે જોયો. હાઈકોર્ટે સમગ્ર મામલે લાલઆંખ કરીને જિલ્લા એસપી અને સ્થાનિક પોલીસ સામે નારાજગી વ્યક્ત કરી છે. આ મામલે ફરિયાદ દાખલ થઈ છે કે નહીં તે અંગેની માહિતી માંગી હતી.
30 નવેમ્બરની રાત્રે ભાજપના નેતા કાંતિ ગામિતની પૌત્રીના સગાઈ સમારોહમાં 6 હજારથી વધુ લોકો એકઠા થયા હતા. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. હજારો લોકો માસ્ક વગર ફરતા દેખાયા હતા. ભાજપના નેતા કાંતિ ગામિત રાજ્નયા પૂર્વ આદિજાતિ મંત્રી અને સુમુલના ડિરેક્ટર છે. વીડિયો બહાર આવ્યા બાદ કાંતિ ગાવિતે માફી માંગી હતી.
આ પણ જુઓ : રીક્ષા ચાલકે વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક છેડતી કરતા ફરિયાદ
હાઈકોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું કે, ભાજપના નેતા કાંતિ ગામિતના પરિવારમાં લગ્ન હતા. ત્યારે સરકારે 6 હજારની ભીડ સામે શુ પગલાં લીધા. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ અંગે જવાબ આપવામાં આવ્યો કે, સરકાર દ્વારા આ મામલે પોલીસ કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
ત્યારબાદ કાંતિ ગામિતના ઘરે યોજાયેલા પ્રસંગ મામલે ગુનો નોંધાયો હતો. કાંતિ ગામિતના પુત્ર જીતુ ગામિત સામે આઈપીસી કલમ 279, 270 અને એપેડમિક ડિસીસ એક્ટ અને જાહેરનામાના ભંગ બાબતે સોનગઢ પોલીસ મથકો ગુનો દાખલ કરાયો હતો.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.