Panchmahal

Panchmahal

પંચમહાલ (Panchmahal) ના ઘોઘમ્બા તાલુકાના ગામડાઓમાં દીપડાએ હાહાકાર મચાવ્યો છે. આજે દીપડાએ એક 8 વર્ષના માસૂમ બાળકને ફાંડી ખાધો.

ઘોઘમ્બા તાલુકામાં છેલ્લા કેટલાય વખતથી દીપડો જંગલને સટીક રહેતા લોકોને શિકાર બનાવી રહ્યો છે. એક પછી એક દીપડાના હુમલાની ઘટના ઘટી રહી છે. તેવામા આજે કાંટાવેજા ગામે દીપડાએ એક માસુમને ભરખી ખાધો છે. વનવિભાગ દીપડાઓને પકડવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે.

8 વર્ષનો બાળક જંગલ નજીકના પોતાના ઘરની બાજુમાં બકરા ચરાવતો હતો તેવામાં દીપડો આ બાળક પર ત્રાટક્યો અને બાળકને ઢસડીને નજીકના જંગલમાં ખેચીં ગયો હતો. ઘટનાની જાણ થતા વનવિભાગની ટીમ આવી પહોંચી હતી. વનવિભાગની નજીકથી બાળકનો મૃતદેહમળી આવ્યો હતો.

આ પણ જુઓ : અમદાવાદમાં કેમિકલ કંપનીઓમાં લાગી ભીષણ આગ

આ બાળકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ નહોતું થયું તેવામાં જ દીપડાએ એક કિશોરી પર પણ હુમલો કર્યો હતો. જોકે, તેમાં કિશોરીનો આબાદ બચાવ થયો છે. કિશોરી પોતાના ઘર નજીક આવેલા કૂવે પાણીએ ગઈ હતી ત્યારે દીપડાએ કિશોરી પર તરાપ મારી હતી. પરંતુ કિશોરી તેના પંજામાં આવે તે પહેલાં ભાગવામાં સફળ રહેતા તેનો જીવ બચી ગયો હતો.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024