Patan Akhlayuddh

રખડતા ઢોરો નિર્દોષ માનવ જીંદગીને ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારે તે પહેલા પાલિકા દ્વારા ઢોર ડબ્બા ની ઝુંબેશ શરૂ કરવા માંગ ઉઠી..

રખડતા ઢોરો નાં માલીક સામે પણ પાલિકા દ્વારા કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે..

પાટણ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય બન્યો છે ત્યારે પાલિકાતંત્ર દ્વારા રખડતા ઢોરોને ડબે કરવાની ઝુંબેશ હાથ ન ધરાતા અવારનવાર રખડતા ઢોરો અનેક લોકોને અડફેટમાં લઇ ઈજાઓ પહોંચાડતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે.ત્યારે ગુરૂવારના રોજ પાટણ શહેરના પ્રથમ રેલવે ગરનાળા નજીક ના માર્ગ પર બે આખલા વચ્ચે યુદ્ધ જામતા અફરાતફરી મચી જવા પામી હતી.આખલા યુધ્ધ ને લઈને ઘડીભર માટે આ માર્ગ પરનો વાહન વ્યવહાર પણ સ્થગિત થઇ જવા પામ્યો હતો. તો આવતા જતા રાહદારીઓ પણ આ આખલા યુદ્ધ ને લઇને ભયની અનુભૂતિ કરી રહ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો.

પાટણ નગરપાલિકા તંત્ર સમક્ષ રખડતા ઢોર ડબ્બે કરવા માટે પાટણના પ્રબુદ્ધ નગરજનો દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ આજ દિન સુધી પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરોને ડબે કરવાની ઝુંબેશ હાથ નહીં ઘરાતા શહેરીજનોમાં પાલિકા તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

પાટણ શહેરમાં રખડતા ઢોરો દ્વારા અગાઉ અનેક લોકો ઈજાગ્રસ્ત બનવાની સાથે મોત ને પણ ભેટયા છે ત્યારે આવા રખડતાં ઢોરો હજું નિર્દોષ માનવ જીંદગીને ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારે તે પહેલા પાલિકા સત્તાધીશો દ્વારા કોઈપણ જાતની શેહ શરમ વગર રખડતા ઢોરોને ડબ્બે કરવાની ઝુંબેશ હાથ ધરી રખડતા ઢોરોના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી માંગ પાટણના પ્રબુદ્ધ નગરજનો માં પ્રબળ બનવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024