પાટણ જિલ્લા મહિલા મોરચાની માઈક્રો ડોનેશન અંતર્ગત બેઠક ભાજપ કાર્યાલય ખાતે બપોરે 2:00 કલાકે જિલ્લા મહિલા મોરચાના પ્રમખ સુષ્માબેન રાવલના અધ્યક્ષ સ્થાને યોજાઈ.
બેઠકમાં જિલ્લા ઉપપ્રમુખ પ્રજ્ઞાબેન ઠાકર, પ્રદેશ મહિલા મોરચાના આમંત્રિત સભ્ય ડો. સુશીલાબેન પટેલ, મ.મો ના મહામંત્રી વર્ષાબેન પટેલ, હેતલબેન પ્રજાપતિ, જિલ્લા હોદ્દેદાર બહેનો, મંડળ ની પ્રમુખ, મહામંત્રી બહેનો તેમજ મોટીસંખ્યામાં કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
મહિલા મોરચાની બહેનો એ શ્રધેય પંડિત દિનદયાલજી ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉપસ્થિત બહેનો ને માઈક્રો ડોનેશન કરવા અંગે માર્ગદર્શન આપ્યું. તેમજ દરેક બહેનોએ ઓછામાં ઓછા ૫ સભ્યો નું માઇક્રો ડોનેશન કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું.