Patan News : પાટણ જિલ્લા સહિત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય બાબતે અવારનવાર ધારિયા અને લાકડીઓથી નાના મોટા મારામારીના બનાવો બનતા હોય છે ત્યારે આવો જ એક સામાન્ય બાબતે મારામારીનો બનાવ બન્યો હતો.
પાટણ શહેરના જીઈબી બ્રિજ પાસે આજરોજ બાઈક ચાલક અને એકટીવા ચાલક વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થતા બંને ઈસમો વચ્ચે મારામારી થતા દશાજી ઠાકોર તેમજ જીગો દસાજી ઠાકોર ઉશ્કેરાઈ જઈને દિનેશજી ડાયાજી ઠાકોર ઉપર લાકડી અને ધાર્યાથી હુમલો કરતા અને માર મારતા દિનેશજી ડાયાજી ઠાકોર ને માથાના ભાગે તેમજ શરીરના ભાગે નાની મોટી ગંભીર ઇજાઓ પહોંચતા તેમને પાટણ શહેરની મધ્યમાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ઇમર્જન્સી વિભાગમાં પાટા પિંડી કરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ત્યારબાદ વધુ સારવાર અર્થે ઇજાગ્રસ્ત દિનેશજી ડાયાજી ઠાકોરને પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને આ સમગ્ર મારામારી ની ઘટના મામલે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થઈ હોવાનું અત્રેથી જાણવા મળી રહ્યું છે.
પાટણ શહેરના જીઇબી બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તું મારી સામે શું જોવે છે તેમ કહી સામાન્ય બોલાચાલી થતા એક જ કોમના બે ઈસમો વચ્ચે સામાન્ય બોલા ચાલી થઈ હતી પરંતુ એકાએક બોલાચાલીમાં વિકરાળ રૂપ ધારણ થઈ જતા આ મારામારીમાં હુમલો કરનાર દશાજી ઠાકોર, અને જીગો દશાજી ઠાકોર આમ આ બંને ઈસમોએ ધારિયા અને લાકડી વડે દિનેશજી ડાહ્યાજી ઠાકોરની સાથે મારામારી કરતા મારામારીના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે આ મારામારીમાં દિનેશજી ડાહ્યાજી ઠાકોરના શરીરના ભાગે નાની મોટી ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ત્યારે આ બનાવને પગલે પાટણ જિલ્લા પોલીસની કામગીરી સામે બુદ્ધિ જીવી પ્રજાજનોમાં અનેક તર્ક વિતરકો વહેતી થવા પામી છે કે પાટણ જિલ્લા સહિત શહેરમાં જાણે કાયદો કથળી રહ્યો હોય તેમ છાશવારે પાટણ શહેરમાં મારામારીના બનાવો બનતા રહ્યા છે ત્યારે આવી મારામારીના બનાવો પર અંકુશ લાવવા માટે પાટણ જિલ્લા પોલીસ દ્વારા પાટણ શહેરના હાઇવે માર્ગો પર તેમજ પાટણ સીટી વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે તેવી પણ પાટણની બુદ્ધિ જેવી પ્રજાજનોની પ્રબળ માં ઉઠવા પામી છે.