Patan HNGU News : પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) કેમ્પસમાંથી વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવતા વિવાદ સર્જાયો છે. યુનિવર્સિટીના કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળી આવતા HNGU યુનિવર્સિટી વિદ્યાનું ધામ કે નશાનું તે મોટો સવાલ છે. યુનિવર્સિટી કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળી આવતા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે.
પાટણની હેંમચંદ્રચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી પરRક્ષા કૌભાંડ, પેપર કૌભાંડ, ભષ્ટ્રાચાર, ભરતી પ્રક્રિયા જેવા વિવિધ મુદ્દાને લઈ અવાર નવાર વિવાદોના વમળમાં રહેતી આવી છે.ત્યારે સોમવારે ગાંધી જંયતીના રજા દિવસે યુનિવર્સિટીમાં પાટણ જિલ્લા NSUI ટીમે બાતમીના આધારે સરપ્રાઇઝ ચેકીંગ કરતાં યુનિવર્સિટીની પહેલી કેન્ટીન આગળ જ દારુંની કેટલીક ખાલી બોટલ તથા ડિસ્પોઝેબલ ગ્લાસ, બાઈટીંગના ખાલી પડીકા મળી આવતા સવાલો ઉઠ્યા છે.
વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી કેમ્પસ માંથી મળી આવેલી ખાલી દારૂની બોટલો મામલે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા જીણવટ ભરી તપાસ હાથ ધરી યુનિવર્સિટીના સીસીટીવી તપાસી યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની મહેફિલ માણનારા શખ્સો સામે કાયદેસરની કાયૅવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેન્ટીન પાસેથી એનએસયુઆઈ દ્વારા ગાંધી જયંતીના દિવસે સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન મળી આવેલી ખાલી દારૂની બોટલ મામલે પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, પાટણની યુનિવર્સિટી ભ્રષ્ટાચારનો અડ્ડો બની છે. યુનિવર્સિટીના સત્તાધીશો અને કેટલાક કારોબારી સભ્યોની મિલીભગતને લઈને અવારનવાર યુનિવર્સિટી ચર્ચાના ચગડોળે ચડવા પામી છે. યુનિવર્સિટીમાં ગુણ કૌભાંડ મામલે તપાસ ટીમ દ્વારા રજૂ કરાયેલ રિપોર્ટને લઈ યુનિવર્સિટીના સત્તાધીશો સામે શિક્ષણ વિભાગ કે સરકાર દ્વારા પગલાં નહી ભરીને યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે. જેના કારણે યુનિવર્સિટીના સત્તાધીશો અને કેટલાક કારોબારી સભ્યો યુનિવર્સિટીમાં મન ફાવે તેમ પોતાની ભ્રષ્ટાચારની વૃત્તિને વેગ આપી રહ્યા છે. ત્યારે શિક્ષણના ધામમાં ગાંધી જયંતીના પવિત્ર દિવસે જ મળી આવેલી ખાલી દારૂની બોટલોના મામલે તેઓએ યુનિવર્સિટીના કુલપતિ સહિત રાજ્યના શિક્ષણ મંત્રીએ પણ શરમ અનુભવી રાજીનામ આપી દેવા જોઈએ તેવી માંગ તેઓએ કરી આ મામલે તટસ્થ પણે તપાસ કરવામા આવે તેવું જણાવ્યું હતું.
લો બોલો… ગાંધી જયંતિ નિમિતે પાટણમાં આગામી એક સપ્તાહ સુધી નશાબંધી જાગૃતિ કાર્યક્રમો થકી થશે જનજાગૃતિ
2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ. દેશભરમાં આજે ગાંધી જયંતિની ઉજવણી થઈ રહી છે. ગાંધી જયંતિ નિમિતે રાજ્યમાં તા.02.10.2023 થી તા.08.10.2023 દરમ્યાન નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે.