Ahmedabad
અમદાવાદ (Ahmedabad) માં આજે સવારે 8.30 કલાકે નારણપુરા વિસ્તારમાં આવેલી બેંક ઓફ ઇન્ડિયામાં (Bank of India) શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આગને કારણે કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
ફાયર વિભાગની પ્રાથમિક તપાસ પ્રમાણે બેંકમાં વેન્ટિલેશનની જગ્યા પુરીને દીવાલ બનાવી દેવામાં આવી હતી. જેના કારણે આગનો ધૂમાડો દરવાજા સિવાય ક્યાંયથી પણ બહાર ન આવી શકે.
આ પણ જુઓ : રીક્ષા ચાલકે વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક છેડતી કરતા ફરિયાદ
એડિશનલ ચીફ ફાયર ઓફિસર, રાજેશ ભટ્ટના જણાવ્યાં પ્રમાણે, આ બેંકની વેન્ટિલેશન સિસ્ટમ છે તે બધી બંધ કરી દેવામાં આવી છે. એટલે અદરનાં ધૂમાડાને બહાર આવવા માટે દરવાજા સિવાય કોઇ રસ્તો નથી. હાલ તેમના ઇલેક્ટ્રિકલ વિભાગમાંથી આગ લાગવાની શક્યતા છે. ત્યાં એટલો બધો સોલિડ વેસ્ટ, ડ્રાય વેસ્ટ કચરો પડ્યો છે કે તેમા આગ લાગે તો વધારે સ્પ્રેડ થવાના કારણોમાંનુ એક છે. આ બેંકમાં જે પણ અપડેટ કરવાની મેટર છે તે તેમના મેનેજર સાથે ચર્ચા કરી કાર્યવાહી કરવા માટે એમને સૂચના આપી છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.