Ahmedabad
અમદાવાદ (Ahmedabad) માં મોડી રાતે વટવાની ફેક્ટરીઓમાં પ્રચંડ આગ લાગવાની ઘટના બની છે. આ દૂર્ઘટનામાં પહેલા માતંગી એન્ટરપ્રાઇઝ અને તે બાદ જક્ષય કેમિકલ કંપનીમાં આગ લાગી હતી જે બાદ આસપાસની ચાર જેટલી અન્ય કંપનીઓમાં આગ ફેલાઇ ગઇ હતી.
વટવાની ફેક્ટરીઓમાં પ્રચંડ આગ લાગવામાં કારણે એક ખાનગી ટ્રક સળગી ઉઠી છે. આ ઉપરાંત આસપાસમાં રહેલા 20 જેટલા ઝૂંપડા બળીને ખાખ થઇ ગયા છે. ઝૂંપડામાં રહેતા શ્રમિક પરિવારો પર પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા પરંતુ તેમની તમામ જીવનજરૂરી વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ છે.
अहमदावाद
— Janak Dave (@dave_janak) December 9, 2020
वटवा GIDC की एक कैमिकल फेक्ट्री मैं लगी आग को पिछले 6 घंटे से बुजाने मैं जुटे है दमकलकर्मी।
आग इतनी भयावह थी कि उसकी लपटें दूर से दिखाई दे रही ही।और सॉल्वेंट होने से धमाके भी सुनाई दे रहे थे। pic.twitter.com/K8VCooFuqO
આ પણ જુઓ : સુરતમાં 10 વર્ષની બાળકીની હત્યા કરીને લાશ ઝાડીમાં ફેંકી
કેમિકલ કંપનીઓમાં આગ લાગવાને કારણે અંદર રહેલા કેમિકલના જથ્થામાં અનેક ધડાકાઓ પણ થયા હતા. આગ એટલી પ્રચંડ હતી કે, ફાયર બ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કરી દીધો હતો. આમાં 40 ફાયર ફાઇટરની ગાડીઓ અને 100 જેટલા જવાનાએ મળીને આગ પર આશરે ત્રણ કલાક બાદ મહત્તમ કાબુ મેળવ્યો હતો. આ સાથે 2 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.