Azadi Ka Amrut Mahotsav

Azadi Ka Amrut Mahotsav: પાટણ જિલ્લા નાં તાલુકા મથક ચાણસ્મા શહેરમાં આઝાદી કા અમૃત મહોત્સવ કાયૅક્રમ અંતર્ગત બુધવારના રોજ આઝાદી કા મહોત્સવ ની ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ માં પ્રદેશ ભાજપ મહિલા મોરચાના કોષાધ્યક્ષ પુષ્પાબેન ઠાકોર, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સુષ્માબેન રાવલ, મહામંત્રી હેતલબેન પ્રજાપતિ, વર્ષાબેન પટેલ,ઉપપ્રમુખ નયનાબેન રાવલ તેમજ કાર્યકર્તા બહેનો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી.

આઝાદી મહોત્સવ ની આ રેલીમાં વિવિધ સ્લોગન વાળા બેનરો સાથે મહિલાઓ સમગ્ર ચાણસ્મા શહેરમાં પરિભ્રમણ કર્યું હોવાનું ભારતીય જનતા પાર્ટીના પાટણ જિલ્લા મિડીયા-કન્વીનર જયેશભાઈ દરજી અને સહ-કન્વીનર સંગીતાબેન જોષીએ જણાવ્યું હતું.