Indian troops

Indian troops

અહેવાલો મુજબ મંગળવારની રાતે ફિંગર 4 વિસ્તારમાં ચીને લગભગ 2 હજાર સૈનિકો તૈનાત કર્યા. જેથી ભારતે પણ ફિંગર 3 ની પાસે લગભગ આટલી જ સંખ્યામાં સૈન્ય (Indian troops) તૈનાત કર્યું છે. બન્ને દેશની સેના એક બીજાથી લગભગ 500 મીટરના અંતર ઉભી છે. આ વિસ્તારમાં તણાવ વધ્યો છે.

આ પણ જુઓ : રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે કરશે મહત્વની બેઠક, યુદ્ધની આશંકા

બન્ને સેના હથિયારથી સજ્જ છે. ઉંચા પહાડો પરથી તેઓ એક બીજાને જોઈ શકે છે. અહીં ભારતે કોઈ વધારાની સેના તૈનાત નથી કરી. આસપાસના વિસ્તારોની ટુકડીને અહીં જમા કરી દીધી છે. તેમજ અહીં કાતિલ ઠંડી છે. ફિંગર 4ના ભાગને ગ્રીન ટોપ કહેવાય છે અને અહીં ચીની સેના છે.

આ પણ જુઓ : WHO એ કોરોના વેક્સિનને લઇ આપ્યું મહત્વનું નિવેદન

ગ્રીન ટોપની ઉત્તરમાં 1 કિમીના અંતરે પિંપલ હાઈટ્સ પર ચીને કબ્જો કર્યો છે. અહીં તણાવ ઘણો વધારે છે. ફિંગર 4 પરથી ફિંગર 3 પાસે રહેલા ભારતના ધાનસિંહ થાપા પોસ્ટને જોઈ શકે છે.સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય સેના ફિંગર 3 પર પહોંચવા માંગે છે. પરંતુ ફિંગર 3 પર ભારે સંખ્યામાં ચીની સૈનિકો તૈનાત છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.