Gujarat University Exam

SOP

આરોગ્ય મંત્રાલય દ્વારા પરીક્ષાઓ માટેની નવી સુધારેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરવામાં આવી. આ નવી સુધારેલી SOP માં જો કોઈ ઉમેદવારમાં કોરોનાનાં લક્ષણો જણાશે તથા તેઓ જો પરીક્ષા આપવા માટે આગ્રહ રાખે તો તેમને આઈસોલેશનમાં રહીને પરીક્ષામાં બેસવા દેવાની જોગવાઈ હટાવવામાં આવી છે.

આ ઉપરાંત જો વિદ્યાર્થીમાં કોરોનાનાં લક્ષણો જણાય તો પરીક્ષા લેનાર સત્તાવાળાઓ દ્વારા અમલમાં મુકવામાં આવેલી નીતિ મુજબ તેમને પરીક્ષા માટે મંજૂરી અપાશે કે ઈનકાર કરાશે. 

તેમજ નવી SOPમાં જણાવવામાં આવ્યું છે કે સામાન્ય સંજોગોમાં કોરોનાનાં લક્ષણો ધરાવતા ઉમેદવારને નજીકનાં હેલ્થ સેન્ટર ખાતે રિફર કરવામાં આવશે. તથા અન્ય રીતે પરીક્ષા આપવાની તક અપાશે અથવા તો શિક્ષણ સંસ્થા અને યુનિવર્સિટી દ્વારા ઉમેદવાર જ્યારે પરીક્ષા આપવા ફિટ જણાય ત્યારે પછીની તારીખોમાં પરીક્ષા લેવા વ્યવસ્થા કરવાની રહેશે.

આ ઉપરાંત પરીક્ષા પહેલા સ્ક્રીનિંગ કરતી વખતે કે પરીક્ષા દરમિયાન જો કોઈ ઉમેદવારમાં કોરોનાનાં લક્ષણો જણાશે તો જ્યાં સુધી મેડિકલ એડવાઈઝ ન મળે ત્યાં સુધી આવી કોઈપણ વ્યક્તિને આઈસોલેશનમાં રાખવા અલગ આઈસોલેશન રૂમની વ્યવસ્થા કરવાની રહેશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024