પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી. સિદ્ધપુર શહેરમાં ફકરી માર્કેટ સામે આવેલ મોગલ દાતાર મસ્જિદ પાસેની ગુજરાતી કુમાર પ્રાથમિક શાળા નંબર-5 માં ભીષણ આગ લાગી.
મળતી માહિતી મુજબ સિદ્ધપુર ની એક પ્રાથમિક શાળામાં કચરો સળગાવતી વખતે ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકોને સુરક્ષિત બહાર કાઢી લેતા સદ્દનસીબે જાનહાની ટળી.
તો સિદ્ધપુર પોલીસ તેમજ ફાયર ફાઈટર દ્વારા બચાવ કામગીરી કરાઈ હતી. ફાયર ફાઈટર દ્વારા ભીષણ આગ પર કાબુ મેળવવામાં આવ્યો. આ ભીષણ આગની લપેટો દૂર સુધી જોવા મળી હતી. ત્યારે આગને લઈ આસપાસના વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
- પાટણ: વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે આફ્રિકાના ધાનાથી આવેલ એક કેન્સરના દર્દીની સફળ સર્જરી
- શ્રી બી.ડી.એસ.વી માં વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની વિશાળતકો, તૈયારીઓ અને સમસ્યાઓ પર સેમિનાર યોજાયો
- પાટણ: ૧૦ જેટલા દિવ્યાંગ વ્યક્તિઓને મોડીફાઇ કરેલ ઈલેક્ટ્રીક સાયકલો ધંધા-રોજગારનો વ્યાપ વધારવા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી
- પાટણ: હારીજના દુનાવાડામાં એક યુવકે જૂની અદાવતને લઈ છ રાઉન્ડ ફાયરિંગ કરતા ત્રણ લોકો ઘાયલ
- પાટણ: પાલિકા દ્વારા પકડેલા રખડતા ઢોરોને કેટલાક ઈસમો છોડાવી જતા મચી અફરાતફરી