Students of Shree B D School shine in the National Jamboree

શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી ડી સાર્વજનિક વિધાલય શિક્ષણ ની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર રહે છે વિધાલયમાં ચાલતી સ્કાઉટ ગાઈડ ની પ્રવુતિ દ્રારા બાળકોમાં જીવન મૂલ્યોના પાઠ શીખવાની શક્તિ પ્રાપ્ત થાય તે હેતુ દરેક બાળક દરેક પરિસ્થિતિમાં પોતાના જીવન ઘડતરમાં ટકી રહે તે માટે સતત પ્રયત્ન કરે છે

ત્યારે ભારત સ્કાઉટ ગાઈડ સંધ દ્રારા ભારત દેશના દરેક રાજ્યમાં ચાલતી સ્કાઉટ ગાઈડના વિધાર્થીઓ ની 18 મી નેશનલ જાંબોરી રાજેસ્થાન ના પાલી શહેરમાં આયોજિત કરવામાં આવેલ તેમાં આઠ દિવસ સુધી વિધાર્થીઓ એ પ્રતિનિધિત્વ કરી દરેક પ્રવુતિમાં અગ્રેસર રહી વિજેતા થયેલ તેમાં પસન્દગી પામેલ હની દિનેશભાઇ પ્રજાપતિ, મહેમા રાકેશભાઈ પ્રજાપતિ, જૈની નીતિનભાઈ પટેલ, ધેર્ય સંદીપભાઈ, રિષભ વામનભાઈ દરજી વિજેતા થયા આ બાળકો ને તૈયાર કરનાર મુકેશભાઈ હીરવાણીયા, નિમીષાબેન ચૌધરી, પિન્કીબેન પ્રજાપતિ દ્રારા પ્રાથમિક અને માધ્યમિકના બાળકો અને માર્ગદર્શક સાહેબોને ડૉ બી આર દેસાઈ દ્રારા અભિનંદન પાઠવ્યા હતા