A meeting of the Direction Committee was held under the chairmanship of MP Bharatsinhji Dabhi

સાંસદએ જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લક્ષ્યાંકો અને તેની અમલવારી અંગે વિસ્તૃત સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું

કલેકટર કચેરીના સ્વર્ણિમ હૉલ ખાતે સાંસદ ભરતસિંહજી ડાભીના અધ્યક્ષસ્થાને જિલ્લાની તમામ કચેરીઓના વડાઓ સાથેની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદએ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ વિવિધ યોજનાઓની સમિક્ષા કરી હતી. તેમજ પાટણ જિલ્લાના તમામ વિભાગોની કામગીરી, સરકારી યોજનાઓના લક્ષ્યાંકો તેમજ તેની અમલવારી અંગે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

આ બેઠકમાં સાંસદ ભરતસિંહજી ડાભીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામિણ), સ્વચ્છ ભારત મિશન, રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન અને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના સહિતની યોજનાઓ ઉપરાંત પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પી.એમ.જે.એ.વાય, આઇ.સી.ડી.એસ હેઠળની પુરક પોષણ, કિશોરી શક્તિ યોજના, પોષણ અભિયાન સહિતની યોજનાઓ, મધ્યાહન ભોજન યોજના, યુ.જી.વી.સી.એલ, પાણી પુરવઠા જેવી યોજનાઓ અંતર્ગત ફાળવવામાં આવેલા લક્ષ્યાંકો, પૂર્ણ કરવામાં આવેલા કામો, પ્રગતિ હેઠળના કામો તથા હાથ ધરવામાં આવનાર કામોના આયોજન સહિતની સમિક્ષા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

સાંસદ ભરતસિંહજી ડાભીએ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને સુચનાઓની ચુસ્ત અમલવારી થાય તેમજ સમયાંતરે અધિકારીશ્રીઓ દ્વારા પડતર પ્રશ્નોનું ફોલો-અપ લેવાય તે માટે સુચન કર્યુ હતું. જિલ્લાના જનસામાન્ય સુધી યોજનાકીય લાભો સરળતાથી પહોંચે તે દિશામાં સૌ સાથે મળી કામ કરીએ તેમ પણ સાંસદશ્રીએ અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોષી, મદદનીશ કલેક્ટર સચિનકુમાર સહિત ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીના સભ્યો તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024