પાટણ શહેરનું ખાનસરોવર આત્મહત્યાનું એપી સેન્ટર બની ગયું છે. આત્મહત્યાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં મળતી માહિતી મુજબ, એક આશાસ્પદ યુવાને કોઈ અગમ્ય કારણોસર ખાનસરોવરના ધસમસતા પાણીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી.
પાટણ શહેરના ખાન સરોવરમાં (Khan Sarovar) એક આશાસ્પદ યુવાને મોતની છલાંગ લગાવી આત્મહત્યા (suicide) કરતા ચકચાર મચી જવા પામી હતી. યુવાનની લાશની નગરપાલિકાની ફાયર ફાયટરની ટીમ દ્વારા શોધખોળ શરુ કરવામાં આવી હતી ત્યારે લાશ બીજા દિવસે ખાન સરોવરમાંથી મળી આવી હતી.
પાટણના ખાન સરોવર ખાતે ગઈકાલે શુક્રવારે એક આશાસ્પદ યુવાને કોઈ અગમ્ય કારણોસર છલાંગ મારી છે તેવા સમાચાર મળ્યા હતા. તેમજ તપાસ કરતાં આ યુવાનની મોટર સાયકલ ખાન સરોવર ખાતે પડેલી મળી હતી. જેથી અગ્રણીઓએ નગરપાલિકાને જાણ કરતાં નગરપાલિકાના ફાયર ફાઈટરના તરવૈયાઓ સહિત કુબેરેશ્વર મહાદેવના શિવ ભક્તોએ પણ જહેમત ઉઠાવી હતી અને રાત્રે 8 થી 1 વાગ્યા સુધી યુવાનની શોધખોળ કરી હતી, પરંતુ સફળતા મળી નહોતી.
તેમજ આજે સવારે પાટણ પાલિકાના ફાયર ફાઈટર ની ટીમને ભરત ભાટિયાએ ટેલિફોનિક જાણ કરતાં આ યુવાનની શોધખોળ તરવૈયાએ આદરી હતી તેમજ યુવાનની બોડી દેખાતા નગરપાલિકાના તરવૈયાઓ દ્વારા બહાર કાઢવામાં આવી હતી. યુવાન ગુમડા મસ્જિદ ખાતે રહેતો રાજપૂત રોહિત તખતસિંહ ઉંમર વર્ષ 22 હોવાનું જાણવા મળ્યું હતું.