પ્રાથમિક,માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, આચાર્ય (સરકારી તથા અનુદાનિત) સંવર્ગના નાણાં વિભાગને લગતા પડતર પ્રશ્નોના સત્વરે ઉકેલ માટે આજરોજ માનનીય નાણામંત્રી કનુભાઇ દેસાઇ સાથે પ્રદિપ સિંહ વાઘેલા ની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો દ્વારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. અગાઉ તારીખ ૧૪-૧૨-૨૦૨૧ ના રોજ કરેલ રજૂઆતને ધ્યાને લઈ પડતર પ્રશ્નોના યોગ્ય ઉકેલ માટે નાણાં વિભાગ ના અધિકારીઓ સાથે બેઠક બોલાવવા માનનીય મંત્રી તરફથી સંમતિ મળી હતી.
નાણાંવિભાગના અભિપ્રાય અન્વયે માધ્યમિક,ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના શિક્ષણ સહાયકની પાંચ વર્ષની નોકરી સળંગ ગણવામાં આવે તે અંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત કટિબદ્ધ છે. સંગઠન આ અંગે જે કંઈ કરવું પડશે તે કરશે.
નાણાં વિભાગને લગતા પ્રશ્નો
પ્રાથમિક,માધ્યમિક,ઉચ્ચતર માધ્યમિક,આચાર્ય (સરકારી તથા અનુદાનિત)
શિક્ષણ સહાયકોની પાંચ વર્ષની નોકરી તમામ લાભ માટે સળંગ ગણવી.
સાતમા પગાર પંચના બાકી હપ્તા સત્વરે રોકડમાં ચુકવવા
જૂનાશિક્ષકની સત્વરે ભરતી કરવી તથા નવી જાહેરાત આપવી.
૨૦૦૫ પહેલા નિમણૂક પામેલા શિક્ષણ સહાયકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવો.
બે વર્ગની શાળામાં આચાર્ય સહિત ચાર શિક્ષકોનું મહેકમ આપવું.
નવનિયુક્ત ગ્રાન્ટેડ શાળાના તમામ આચાર્યને એક વધારાનો ઈજાફો આપવો.
પુનઃ નિયુક્તિવાળા શિક્ષકોની પુનઃનિયુક્તિ પહેલાની નોકરી સળંગ ગણવી.
બિનશૈક્ષણિક કર્મચારીઓની જગ્યાઓ પુનઃજીવિત કરી ભરતી કરવી.
એન.પી.એસ. વાળા કર્મચારીઓને ૩૦૦ રજાના રોકડ રૂપાંતરનો લાભ આપવો.
શિક્ષણસહાયકને ૧૦ ખાસ રજાનો લાભ આપવો.
એન્ટ્રી લેવલ પે સ્કેલમાં સિનિયર કર્મચારીઓને થતો અન્યાય દૂર કરવો.
પ્રાથમિક શિક્ષકો માટે મહાનગરપાલિકા ના શિક્ષકો માટે 4200 ગ્રેડ પે.
પગાર ચકાસણી ઝડપથી કરી ઉચ્ચતર પગાર ધોરણ ઝડપી મંજૂર કરવુ.
સાતમા પગાર પંચ પ્રમાણે ઘરભાડુ અને અન્ય ભથ્થાની ચુકવણી.
મોઘવારી ભથ્થું બાકી છે એની ચુકવણી.
આ બેઠક માં નાણાકીય બાબતો સાથે સંકળાયેલ અને બાબતો ની ચર્ચા કરવામાં આવી માન.નાણાં મંત્રી એ આગામી થોડા દિવસ બાદ નાણાં વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી પ્રશ્નો નો ઉકેલ કરવાની ખાત્રી આપી હતી.
આજની બેઠકમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઇ પટેલ,મહામંત્રી મિતેષ ભાઈ ભટ્ટ માધ્યમિક ના અધ્યક્ષ રમેશભાઈ ચૌધરી, સરકારી ના અધ્યક્ષ અનિલ ભાઇ રાઠોડ તથા આચાર્ય સંવર્ગના અધ્યક્ષ જિગ્નેશભાઈ શાહ હાજર રહ્યા હતા.