આજ રોજ સવારે શાંતિનિકેતન સ્કૂલની સામે કેનાલના કિનારે છાપરામાં રહેતા લક્ષ્મીબેન ભગવાનભાઈ રાવળ ઉંમર 80 વર્ષ પોતાના છાપરા ની આગળ સ્નાન કરતા હતા ત્યા અચાનક હડકાયુ કુતરુ આવી હુમલો કરતા માજીને મોઢા ઉપર, પાછળ પીઠ ના ભાગમા અને હાથમા બચકા ભરતા ગંભીર રીતે ધાયલ થયા હતા. માજીએ બુમા બુમ કરતા પાડોશી આવી જતા ત્યાથી હડકાયુ કુતરુ નાસી છૂટ્યું હતુ અને હડકાયા કૂતરાએ આગળ એક નાની બાળકી ને પણ ધાયલ કરી હતી.
ત્યારે સ્થાનિક વ્યક્તિ દ્વારા 108 ને ફોન કરતા 108ના સ્ટાફની મદદથી ઘાયલ માજીને પ્રાથમિક સારવાર આપી ધારપુર હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.