A review meeting of Chief Secretary Pankaj Kumar was held regarding the current situation in Corona
  • દરેક જિલ્લા કલેકટર અને મ્યુનિસીપલ કમિશનરની કોરોના નિયંત્રણ માટેની વ્યૂહરચના જાણીને મુખ્ય સચિવએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જરૂરી માર્ગદર્શન આપ્યું
  • કોરોના ટેસ્ટિંગ- કોન્ટેક્ટ ટ્રેસિંગ વધારવા, કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન, માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન સહિત ધન્વંતરિ રથ શરૂ કરવા વિશેષ ભાર મુકવામાં આવ્યો
  • માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી કન્ટેન્ટમેન્ટ કવોરંટાઇન ભંગ ન થાય તેની ખાસ તકેદારી રાખવા દિવસભર પોલીસ વિઝીટ ઉપરાંત દરરોજ એક સિનિયર અધિકારીને પણ આ સ્થળે વિઝીટ લેવા આદેશ
  • રસીકરણને વિશેષ અગત્યતા આપીને બંને ડોઝની ૧૦૦ ટકા રસીકરણ કામગીરી પૂર્ણ કરવા સૂચના

રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારની અધ્યક્ષતામાં કોવિડ અંગે રાજ્યની તમામ મહાનગરપાલિકાના કમિશનરઓ અને જિલ્લાના કલેકટરઓ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી કોરોનાને નિયંત્રણમાં લેવા માટે કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન, વેક્સીનેશન, માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન, ટેસ્ટિંગ અને ટ્રેસિંગ કામગીરી ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. રાજ્યના દરેક જિલ્લા કલેકટર અને મ્યુનિસીપલ કમિશનરની કોરોના નિયંત્રણ માટેની વ્યૂહરચના જાણીને મુખ્ય સચિવશ્રીએ કોવિડ પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી તેને કાબૂમાં લેવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મુખ્ય સચિવએ મહાનગરોમાં કલેકટરઓ અને મ્યુનિસિપલ કમિશનરઓને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન ઉપર વિશેષ ભાર મૂકી તે સ્થળોની વિઝીટ અંગે સૂચના આપી હતી. માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી કોઈપણ વ્યક્તિ કન્ટેન્ટમેન્ટ કવોરંટાઇન ભંગ ન કરે તેની ખાસ તકેદારી રાખવા અને દિવસભર સતત પોલીસ વિઝીટ કરાવવા સૂચના આપ્યાની સાથોસાથ દરરોજ એક સિનિયર અધિકારીને પણ આ સ્થળે વિઝીટ લેવા આદેશ આપવામાં આવ્યા છે. તે ઉપરાંત ધન્વંતરિ રથ અને સંજીવની રથ શરૂ કરી રોજ-બરોજ મોનિટરિંગ કરવા પણ સૂચના આપવામાં આવી હતી. એટલું જ નહિ, દરેક જિલ્લાઓમાં રસીકરણની કામગીરી અંગે વિગતો મેળવીને મુખ્ય સચિવએ વધુને વધુ રસીકરણ કેમ્પનું આયોજન કરી બંને ડોઝની ૧૦૦ ટકા રસીકરણ કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી.

રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ અને તેના સંક્રમણને અટકાવવા માટે જે પગલાં લેવાઇ રહ્યાં છે તેની પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યની હોસ્પિટલોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બેડની સંખ્યા, ઓક્સિજનની સુવિધા, વેન્ટિલેટર, માસ્ક, PPE (પર્સનલ પ્રોટેક્ટ ઇક્વિપમેન્ટ) , સેનિટાઈઝર્સ અને આવશ્યક દવાઓના પૂરતી માત્રામાં જથ્થા સંદર્ભે સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, સચિવ લોચન સહેરા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024