PM Modi

PM Modi

વડાપ્રધાન મોદી (PM Modi) જ્યારથી દિલ્હીની ગાદી પર આરૂઢ થયા ત્યારથી રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથેની તેમની મિત્રતાના સમગ્ર વિશ્વમાં ચર્ચા છે. રશિયા ભારતનું મિત્ર છે પરંતુ PM Modi અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને આ મિત્રતામાં ચાર ચાંદ લગાવી દીધા છે.

17 સપ્ટેમ્બર એટલે કે આજે PM Modi નો 70મો જન્મદિવસ છે. આ વખતે પણ તેમના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવવામાં આવશે. કોરોના વાયરસના વધતા સંક્રમણને કારણે તેમના જન્મદિવસને સાદગીથી ઉજવવાની તૈયારી ચાલી રહી છે.

ભારતને પોતાના ખાસ વ્યૂહાત્મક ભાગીદાર ગણતા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુતિને વડાપ્રધાન મોદીના જન્મદિને ખાસ સંદેશો આપ્યો છે. તેમણે મોકલેલો પત્ર અહીં અક્ષરશ: પ્રસ્તુત છે. PM મોદી-પુતિનની મિત્રતાનો પર્યાય સમાન આ પત્ર વાંચવા જેવો છે.

ગણમાન્ય શ્રીમાન.વડાપ્રધાન,

કૃપા કરીને તમારા 70મા જન્મદિને મારા હૃદયપૂર્ણ અભિનંદનને સ્વીકાર કરશો.

સરકારના વડા તરીકે તમારી પ્રવૃતિના લીધે તમને હમવતનીઓમાં અને આંતરાષ્ટ્રીય સ્તરે ઉચ્ચ પ્રતિષ્ઠા અપાવી છે. તમારી આગેવાની હેઠળ ભારત સામાજિક-આર્થિક, વૈજ્ઞાનિક અને તકનીકી વિકાસના પથમાં સફળતાપૂર્વક ગતિશીલ પ્રગતિ કરી રહ્યું છે.

આપણા દેશો વચ્ચેની ખાસ અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટેનું તમારૂં યોગદાન ખરેખર સરાહનીય  છે.આપણી વચ્ચે બંધાયેલા મૈત્રીપૂર્ણ સંબંધોની હું ખુબ કદર કરું છું. ભવિષ્યમાં પણ તમારી સાથે રચનાત્મક સંવાદના માધ્યમથી દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય એજન્ડાના વિષયોનાં મુદ્દાઓ પર એક સાથે કામ કરવાની અપેક્ષા રાખું છું.

આ તકે અંત:કરણથી હું તમને સારું સ્વાસ્થ્ય, ખુશી, સુખાકારી, અને તમામ મોરચે સફળતાના શુભાશિષ પાઠવું છું.

આદરપૂર્ક આપનો.

વી.પુતિન,
રાષ્ટ્રપતિ રશિયયન ફેડરેશન

આ ઉપરાંત થોડા દિવસો પહેલા પીએમ મોદીના જન્મદિવસને ઉજવવાને લઈ બીજેપી અધ્યક્ષ જે. પી. નડ્ડા અને મહાસચિવોની વચ્ચે એક બેઠક મળી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે 70મા જન્મદિવસે 70 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ બૂથ અને મંડળ સ્તરે આયોજિત કરવામાં આવશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024