પાટણ : કરોડો રુપિયાના અમુલ બ્રાન્ડના શંકાસ્પદ મિલ્ક પાવડરનુ ગોડાઉન ઝડપાયું

પોસ્ટ કેવી લાગી?

સિદ્ધપુર તાલુકાના કારણ ગામ નજીક એક ખાનગી ગોડાઉનમાં દુધના પાવડરના જથ્થામાં પેકેજીંગમાં ડેટ બદલીને આ જથ્થો. વિદેશ મોકલવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે જિલ્લા પોલીસે ગોડાઉનમાં રેડ કરી તપાસ હાથ ધરમાં આવી હતી.

પાટણ જિલ્લાના પોલીસ અધિકારીઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કારણ ગામ નજીક હાઈવે માર્ગ પર આવેલ એક ખાનગી ગોડાઉનમાં મોટાપાયે એક્સપાયર ડેટ થયેલા અમુલ પાવડરનો કરોડો રૂપિયાનો જથ્થો તારીખ બદલીને બાંગ્લાદેશમાં મોકલવાનો હોવાની હકીકતના આધારે પાટણ જિલ્લાની પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી સહિતની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન બનાવતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો

બનાવના પગલે કોઇ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે જિલ્લા પોલીસવડાને જાણ કરાતા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિતના સ્ટાફે પણ ઘટના સ્થળે દોડી જઈ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પાસે તપાસ શરૂ કરાવી હતી. તેમજ ફેક્ટરીમાંથી પાવડર ભરવાના કન્ટેનરો તેમ જ ફરજ પરના કર્મીઓને નજર કેદ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures