પાટણ નગરપાલિકાના જે જાહેરાતોના હોડીંગ્સ અલગ-અલગ એજન્સીઓને નિયમ મૂજબ આપેલા હતા, પરંતુ કોરોનાના બહાના હેઠળ આ એજન્સીઓના લગભગ ૧પ લાખથી વધુ ભાડાની રકમ નગરપાલિકાને એજન્સીઓ પાસે બાકી નીકળતી હતી.

પાટણ નગરપાલિકાના અધિકારી અને શાસકોની બેદરકારીના હિસાબે લાખો રૂપિયાની રકમ બાકી હોવા છતાં એજન્સીના માણસો એ મંગળવારના રોજ ધોળા દિવસે એક ટ્રક અને માણસો લાવીને તેમના સાધન સામગ્રી નગરપાલિકાની કોઈ પણ પરવાનગી વગર લઇ જવાની કોશિષ કરી હતી.

આ વાત વિપક્ષના નેતા ભરત ભાટીયાને ધ્યાને આવતા તેઓએ નગરપાલિકાના લાગતના કર્મચારી રાજુભાઈ મોદીને જાણ કરી વિપક્ષના નેતા ભાટીયાએ સાથે રહી આ હોડીંગ્સ કેમ અને કોને પુછી ને લઇ જાવો છો તેની પુછપરછ કરી હતી અને નગર પાલિકાના લાખો રૂપિયા બાકી હોવા છતાં એજન્સીના માણસો દ્વારા ધોળા દિવસે બેનરો ઉતારીને લઈ જવાની પેરવી કરતાં હોય

ત્યારે કોની મિલીભગતથી આ એજન્સીએ ધોળે દિવસે આવી હિંમત કરી હશે એ એક ચર્ચાનો વિષય ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો હતો.

હોડીંગ્સ અને સાધન સામગ્રી ગેરકાયદેસર ઉતાર્યાં હતા તે તમામ ને નગરપાલિકામાં જમા કરાવવાની તજવીજ વિપક્ષના નેતા ભરત ભાટીયા એ સાથે રહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024