બનાસકાંઠા જિલ્લાના ગૌ રક્ષકો અને પોલીસ નું સફળ ઑપરેશન પાર પડ્યું. સતીષ સોની નામના વ્યકતિ ની બાતમી આધારે વોચ ગોઠવી દેવામાં આવી હતી જેમાં રાજ્યસ્થાન તરફથી વિવિધ પ્રકારની તરકીબો અજમાવી ને કસાઈઓ દ્વારા યેન કેન પ્રકારે જુદા જુદા વાહનો માં ગૌ ધણ ભરીને ગુજરાત માં પ્રવેશ કરી ને કતલખાને લઈ જતાં મૂંગા પશુઓ નો કાળો કારોબાર ચાલે છે ત્યારે હવે ગૌ રક્ષકો અને પોલીસ સતર્ક બની ગયા છે અને જુદી જુદી જગ્યાએ ખાનગી રાહે બાતમી આધારે વોચ ગોઠવીને આવા લોકો ને પોતાની ગાડીઓ સાથે પકડી પાડી ને મૂંગા પશુઓ ને બચાવી લેતા હોય છે.
ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના છાપી નજીક આવેલી શાન હોટલ પાસેથી પસાર થઈ રહેલા એક કન્ટેનર ને રોકી તપાસ કરતાં અંદર ક્રૂરતા પુર્વક ભરેલાં 39 જેટલાં મૂંગા ગૌ ધણ ને ગૌ રક્ષકો અને પોલીસે બચાવી લીધા હતા અને ટેટોડા ગૌ શાળા માં મોકલી આપ્યા હતા ત્યારે ટ્રેલર ચાલક અને આવા ગૌ ધણ ની હેરાફેરી માટે સંડોવાયેલ સામે બનાસકાંઠા પોલીસે એનિમલ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં છાપી પોલીસ દ્વારા સુંદર કામગીરી બદલ ગૌ રક્ષા કાર્યકરો એ આભાર વ્યક્ત કર્યો હતો અને ગૌ ધણ બચાવી લીધું હતું.