A young man commits a crime with a girl.

અવારનવાર બાળકીઓ સાથે દુષ્કર્મ અંગેની ઘટના પ્રકાશમાં આવતી રહે છે.ત્યારે આવો જ એક બનાવ રાજકોટના ઉપલેટામાં ઘટ્યો છે. ઉપલેટામાં 12 વર્ષની બાળકીને પ્રેમજાળમાં ફસાવી, મુકેશ ભરતભાઈ સોલંકી નામના યુવકે દુષ્કર્મ ગુજારેલ છે. આ અંગેની ફરિયાદ ઉપલેટા પોલીસ મથકમાં નોંધાઇ છે. આ કેસમાં પોલીસે 22 વર્ષના યુવકને ઝડપી પાડ્યો છે તથા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  • આરોપી મુકેશ ચાની હોટલમાં કામ કરે છે. જ્યાં તેની નજર 12 વર્ષની બાળકી પર બગડી હતી. બાળકીને પોતાની મીઠી મીઠી વાતોમાં ફસાવીને તેની સાથે મિત્રતા કેળવી હતી.તથા ખરાબ ઈરાદાથી બાળકીને ચોકલેટ, નાસ્તો કરાવી પોતની મોહજાળ માં ફસાવેલ રાખતો.જેથી બાળકીએ નરાધમની વાતોમાં આવીને તેના પરિવારનો મોબાઇલ નંબર આપેલ જેના થકી યુવક બાળકી સાથે સંપર્કમાં રહેતો હતો.યુવક ટ્યુશનની જગ્યાએ પણ તેને મળતો હતો.તારીખ 16ના સાંજે ટ્યુશનમાં ગયા પછી ઘરે સમયસર પાછી આવી ન હતી.
  • સાંજ સુધી બાળકી પાછી ના આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને બાળકીની  શોધ ખોલ શરું કરી હતી.પણ દીકરી ના મળતા પોલીસમાં જાણ કરાયી હતી. રાત્રે 9 વાગ્યાની આસપાસ આરોપી મુકેશ બાળકીને બાઇક પર તેના ઘર નજીક ઉતારીને ત્યાંથી નીકળી ગયો હતો. દીકરીને મળ્યાનો હાશકારો પરિવારે અનુભવ્યો હતો.પણ જયારે દીકરી પાસેથી મોડું થવા પાછળનું કારણ જાણ્યું, તો પરિવાર આઘાતમાં ગરકાવ થયી ગયી હતી. પરંતુ પરિવારે હિંમત રાખીને આ અંગે પોલીસને જાણ કરી હતી.
  • આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી.
  • પોલીસને જાણ થતા ઘટનાની ગંભીરતા જાણીને બનાવ અંગેનાં અપરાધની નોંધ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આરોપીને  રિમાન્ડ પર લેવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024