Metro train will have a good start in June 2022

અંદાજે  વર્ષ 2022ના જૂન મહિનામાં પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદને સાંકળતી મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ જશે. તે માટે અત્યારમાં મેટ્રો ટ્રેનના કર્મચારીઓ થકી રાતદિવસ કામગીરી કરવામાં આવી રહી છે(સરકાર દ્વારા આપેલ જાણકારી પરથી).મેટ્રો-પ્રોજેક્ટના પ્રાથમિક તબક્કાનું કામ 80% જ્યારે બીજા તબક્કાનું કામ 6 થી 7% પૂરું થયું છે.બીજા તબક્કા બાદ મેટ્રો ટ્રેન વર્ષ2023 સુધીમાં શરુ થશે,- એવું લોકસભામાં કેન્દ્ર સરકારના મંત્રી દ્વારા  જણાવવામાં આવ્યું હતું.

લોકસભામાં સરકાર તરફથી,મેટ્રો ટ્રેનની કામગીરી અંગેની માહિતી આપવામાં આવી.

અમદાવાદ અને સુરતમાં મેટ્રો ટ્રેનની કામગીરી જોશ સાથે ચાલી રહી છે.કર્ણાટકના સાંસદ સુમલથા અંબરીશ અને કોંગ્રેસના સાંસદ ડી. કે. સુરેશે મેટ્રો ટ્રેનની કામગીરી અંગે પૂછેલા સવાલના જવાબમાં હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના રાજ્યમંત્રી કૌશલ કિશોરે મેટ્રો ટ્રેનની કામગીરીની પ્રગતિ અંગે માહિતીની રજુઆત કરી હતી, જેમાં અમદાવાદ અને સુરતની માહિતી પણ સામેલ હતી.અમદાવાદ સિવાય સુરતમાં પણ મેટ્રોની કામગીરી શરૂ કરેલ છે.

અમદાવાદમાં પ્રથમ તબક્કે ટ્રેનનું કામ 80% ટકા પૂર્ણ.

મેટ્રો ટ્રેનનું કામ લગભગ 80% પૂર્ણ થયી ગયેલ છે. જેના સંદર્ભમાં વર્ષ 2022ના જૂન મહિનામાં ટ્રેન શરુ થઈ જશે. જ્યારે દ્વિતિય તબક્કામાં હજુ 6 થી 7% કામગીરી પૂર્ણ થયી છે,એટલે કદાચ બીજા તબક્કાની મેટ્રો ટ્રેન વર્ષ 2023ના ડિસેમ્બર માસમાં શરુ થઈ જશે,તેમ સરકારે લોકસભાના પ્રશ્નોત્તરીકાળમાં જણાવેલ. અમદાવાદ તથા સુરતમાં પણ મેટ્રોની કામગીરી પ્રગતિમાં છે તેમ સરકારે જણાવ્યું હતું,સુરતમાં હજુ મેટ્રોની કામગીરી માત્ર 3 થી 4% જ પૂર્ણ થયેલ છે,જેથી સુરતમાં અંદાજે વર્ષ 2024ના માર્ચ મહિનામાં મેટ્રો ટ્રેન શરુ થવાની શક્યતા રહેલી છે.

નોર્થ-સાઉથ કોરિડોરમાં લગભગ પંદર જેટલા સ્ટેશન આવેલ છે.

મોટેરા સ્ટેડિયમથી વાસણા APMC સુધી અંદાજે 19KM લાંબા નોર્થ-સાઉથ કોરિડોરમાં પંદર  સ્ટેશન આવેલ છે. સાબરમતી, એઇસી, સાબરમતી રેલવે સ્ટેશન, રાણીપ, વાડજ, વિજયનગર, ઉસ્માનપુરા, ઓલ્ડ હાઇકોર્ટ, ગાંધીગ્રામ, પાલડી, શ્રેયાંશ ક્રોસિંગ, રાજીવનગર અને જીવરાજ સ્ટેશનોનો સમાવેશ થાય છે.પૂર્વ – પશ્ચિમ કોરિડોરની લંબાઇ લગભગ 21KM જેટલી છે. વસ્ત્રાલ ગામથી થલતેજ સુધીના કોરિડોરમાં 17 જેટલા સ્ટેશન આવેલા છે. નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઇવાડી, એેપરલ પાર્ક, કાંકરિયા ઇસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર, ઓલ્ડ હાઇકોર્ટ, સ્ટેડિયમ, કોમર્સ સિક્સ રોડ,ગુજરાત યુનિવર્સિટી, ગુરુકુળ રોડ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ જેવા સ્ટેશનોનો સમાવેશ જણાશે.

6 થી 7KM નો અંડર-ગ્રાઉન્ડ રૂટ બન્યો.

એપરલ પાર્કથી લયી શાહપુર સુધી 6 થી 7KM નો અંડર-ગ્રાઉન્ડ રૂટ બન્યોછે. કાંકરિયા ઇસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર જેવા સ્ટેશનો અંડર-ગ્રાઉન્ડ હશે.અંડર- ગ્રાઉન્ડ ટનલ ખોદવાનું કાર્ય પૂર્ણ થયેલ છે. રેલવે-ટ્રેક પણ પાથરી દેવામાં આવ્યા છે અને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.હાલમાં બની ગયેલ મેટ્રો બ્રિજ સાબરમતી નદી પરથી પણ પસાર થશે. અંદાજે 297-98 મીટર લાંબો આ બ્રિજ આધુનિક પદ્ધતિથી બનાવાયો છે, જેમાં 1050 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ થયો છે તથા 5500 ક્યૂબિક મીટર ક્રોન્ક્રીટ વપરાયેલ છે.6 પિલ્લરો પર આ બ્રિજ ઊભો રહેલ છે. 38.20 મીટરથી 43.80 મીટર સુધીનાં પિલ્લર અહીં છે. પૂર્વ તથા પશ્ચિમ અમદાવાદને જોડતો આ બ્રિજ છે.મેટ્રો ટ્રેનની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 

અમદાવાદમાં મેટ્રો ટ્રેનના સંદર્ભમાં 2003થી અત્યારસુધી થયેલ કામગીરી

 1. 2003માં  ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડની રચના થયી.
 2. 2005માં ગુજરાત સરકારે મેટ્રો પ્રોજેક્ટ અંગેનો રિપોર્ટ મૂકતાં કેન્દ્ર સરકારે મંજૂરી આપી
 3. 2005માં પ્રોજેક્ટને અવગણી BRTS બસ સર્વિસને પ્રાધાન્ય આપ્યું.
 4. 2010માં ગુજરાત મેટ્રો ટ્રેનનું રેલ કોર્પોરેશન નવું  નામકરણ કરવામાં આવ્યું.
 5. 2014માં ઓક્ટોબર માસમાં ફરી કેન્દ્ર સરકારે પ્રથમ તબકકા માટે મેટ્રો પ્રોજેક્ટ મંજૂર કર્યો.
 6. 2015માં 14 માર્ચે પ્રથમ તબક્કાની કામગીરી શરુ થયી.
 7. 2018માં ડિસેમ્બર માસના અંતમાં મુ્ન્દ્રા પોર્ટ પર 3 કોચ ઉતારવામાં આવ્યા.
 8. 2019માં 28 ફેબ્રુઆરીના રોજ મેટ્રો ટ્રેનના 28KM ના દ્વિતિય તબક્કા ની કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળી.
 9. 2019માં 4 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીની મેટ્રો ટ્રેન સેવાને લીલીઝંડી બતાવી મુસાફરી કરી.
 10. 2019માં 6 માર્ચથી જાહેર જનતા માટે 6 થી 7 KMના  વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના રૂટની મેટ્રો ટ્રેન સુવિધા શરૂ કરવામાં આવી.
 11. 2020ના  જાન્યુઆરી માસમાં દ્વિતિય તબકકાની મેટ્રો ટ્રેન-રૂટ માટે કન્સ્ટ્રક્શન કામગીરી શરૂ કરવામાં આવી.
 12. 2020માં 28 ઓગસ્ટના રોજ એપરલ પાર્કથી શાહપુર સુધીની અંડરગ્રાઉન્ડ ડબલ ટનલનું ખોદકામ પૂર્ણ કરાયું.
 13. 2020માં કોરાના મહામારીને કારણે માર્ચમાં મેટ્રો ટ્રેન ચલાવવાનું બંધ રાખવામાં આવ્યું.
 14. 2020માં 7 સપ્ટેમ્બરથી કોરોના ગાઈડલાઈન્સ મુજબ ફરી મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવી.
 15. 2021માં મોદીએ અમદાવાદ મેટ્રો અંગેના બીજા તબક્કાનું તથા સુરત મેટ્રોનું ખાતમુહૂર્ત કર્યું હતું.