Patan News : પાટણ શહેરમાં ચારિત્ર અંગેની શંકાથી ત્રણ વર્ષ અગાઉ પત્નીને કેરોસીન છાંટીને સળગાવી દેતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મહિલાના પતિ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. આ કેસ પાટણના સેશન્સ જજ સમક્ષ ચાલી જતા આરોપીને હત્યાના ગુનામાં આજીવન કેદ અને રૂ.50 હજાર દંડની સજા ફરમાવી હતી. જેમાં આરોપીની ઉંમર 60 વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી સખત કેદ અને તે પછી સાદી કેદનું ફરમાન કરાયું છે.

પાટણ શહેરમાં મોટીસરાય ઊંચી શેરી વિસ્તારમાં રહેતા અને એસ.ટી.માં ડ્રાઇવર તરીકે નોકરી કરતાં જયેશભાઈ અંબાલાલ સોલંકીના લગ્ન ગુણવંતીબેન સાથે 25 વર્ષ અગાઉ થયા હતા. લગ્ન જીવનમાં સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે પરંતુ બનાવના 3-4 વર્ષથી જયેશભાઈ દ્વારા ચારિત્ર્ય અંગેનો વહેમ રાખીને અવારનવાર શારીરિક માનસિક ત્રાસ આપતા પિયરમાં જતા અને ફરી સમજાવટ થતા સાસરીમાં આવતા હતા.

25 ઓક્ટોબર 2020ના રોજ નોકરીથી પરત આવી જયેશભાઈ જમીને બહાર ગયા પછી રાત્રે ઘરે આવ્યા પછી પત્ની ગુણવંતીબેનને અપશબ્દો બોલી છૂટાછેડા આપવાનું કહેતાં ગુણવંતીબેને તેમના ભાઈ સાથે વાત કરશે તેમ જણાવતા તને જીવતી રાખુ તો બીજે જાય ને તેમ કહીં કેરોસીન છાંટી દિવાસળીથી આગ લગાવતાં ગુણવંતીબેન ગંભીર રીતે દાઝી જતાં ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં 12 નવેમ્બર 2020ના રોજ મોત નીપજ્યું હતું. આ ઘટનાની ફરિયાદમાં પાછળથી કલમ 302નો ઉમેરો થયો હતો.

આ કેસ પાટણના સેશન્સ જજ હિતાબેન ભટ્ટ સમક્ષ ચાલી જતા મદદનીશ સરકારી વકીલ રાજેન્દ્ર પી.રાવલની દલીલો ગ્રાહ્ય રાખીને આરોપીને આઇપીસી કલમ 302ના ગુનામાં આજીવન કેદ અને રૂ.50,000 દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદ ભોગવવા હુકમ કર્યો હતો. આઈપીસી કલમ 307, 498(ક),323, 506(2)ના ગુનામાં અલગથી સજા ન કરતા દરેક ગુનામાં રૂ.1000 પ્રમાણે રૂ.4000 દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદ ભોગવવા હુકમ કરાયો હતો.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024