પ્રાંતિજ પઠાણવાડામાં મકાનની છત ધરાશાયી થતાં થયો આબાદ બચાવ

પ્રાંતિજ ના પઠાણ વાડા ખાતે રાત્રીના સમયે વરસતા વરસાદ મા એક મકાન ની રોડ ની સાઇડ માં આવેલ રસોડા ની છત ધરાશયી થઈ હતી તો રાત્રી ના દશ કલાકે અને વરસતા વરસાદ ને લઈ ને રોડ ઉપર અવર જવર ના હોવાથી મોટી જાનહાની પણ ટળી હતી તો મકાન માલિક ઉમરખાન કાદરખાનપઠાણ પોતાના પરિવાર સાથે રસોડાને અડીને આવેલ બાજુ ની રૂમ માં સુતા હતા અને રાત્રીના દશ કલાકે અચાનક હલન ચલન ધડાકા સાથે રસોડા ની છત ધરાશયી થતા અવાજ આવતા મકાન માલિક પરિવાર સાથે ધર ની નીચે બહાર દોડી આવ્યા હતા.

તો મકાન નીચે રહેતા કુટુંબીજનો પણ ધડાકા સાથે છત પડવાનો અવાજ આવતા તેવો પણ ધર બહાર દોડી આવ્યા હતા તો મકાન માલિક સહિત પરિવાર નો આબાદ બચાવ થયો હતો તો ધટના ની જાણ આજુબાજુ રહેતા રહીશો ને થતા રહીશો સહિત લોકો દોડી આવ્યા હતા.

તો મકાન માલિક દ્રારા આ અંગેની જાણ પ્રાંતિજ નગર પાલિકા તથા પ્રાંતિજ તાલુકા પંચાયત ખાતે કરવામા આવી હતી ત્યારે આ ગરીબ પરીવારની છત છીનવાતાં પ્રાંતિજ વહીવટી તંત્ર દવારા તેઓને આર્થિક સહાય કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.