ગુજરાત રાજયમાં અસહય પેટ્રોલ-ડીઝલના ભાવ સહિત મોંઘવારીએ દિન પ્રતિદિન માઝા મૂકી છે ત્યારે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે ત્યારે વિરોધ પક્ષા દ્વારા મોંઘવારી બાબતે અનેકવાર વિરોધ પ્રદર્શિત કરવા છતાં શાસક પક્ષાના પેટનું પાણી પણ હાલતું નથી ત્યારે પાટણ શહેરમાં અલગ અલગ પાર્ટીઓ દ્વારા પેટ્રોલ-ડીઝલ સહિત મોંઘવારીને લઈ વિરોધ પ્રદર્શિત કરવામાં આવતા હોય છે
ત્યારે પાટણ શહેર આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા હાઈવે સ્થિત સેવન ઈલેવન ખાતેથી શાસક પક્ષા દ્વારા દિન પ્રતિદિન વધારવામાં આવી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ સહિત મોંઘવારીને લઈ વિરોધ પ્રદશિત કરવામાં આવ્યો હતો. તો આપના કાર્યકરો દ્વારા વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે હાઈવે વિસ્તારોમાં મોંઘવારી વિરુધ્ધ અને શાસક પક્ષા વિરુધ્ધ પ્રદર્શન રેલી સ્વરુપે કરવામાં આવ્યું હતું.
ત્યારે હાઈવે વિસ્તારોમાં આપના કાર્યકરો મોંઘવારી વિરુધ્ધ કરી રહેલા સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શનને લઈ બી ડિવીઝન પોલીસ દ્વારા આપ ના તમામ વિરોધ પ્રદર્શિત કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી બી ડિવીઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. આમ, લોકશાહી દેશમાં વિરોધ પક્ષાને પોતાનો વિરોધ પ્રદર્શિત પણ શાસક પક્ષા દ્વારા કરવા દેવામાં ન આવતાં શાસક પક્ષાની સામે આપના કાર્યકરોએ પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.