- દક્ષિણ ભારતના સુપરસ્ટાર કમલ હાસનની ફિલ્મ ‘ઈન્ડિયન 2’ ના સેટ પર મોટી દુર્ઘટના બની છે. ચેન્નાઈના ઈવીપી સ્ટુડિયોના સેટ પર ક્રેન ક્રેશ થઈ ગઈ જેની ઝપટમાં આવવાથી ફિલ્મના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિત ત્રણ લોકોનાં મોત થયા છે. આ દુર્ઘટનામાં 10 લોકો ઘાયલ થવાના અહેવાલ છે. ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી સ્થાનિક પોલીસે ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મોડી રાત્રે કમલ હાસન પણ હૉસ્પિટલ પહોંચ્યા અને તેઓએ ઘાયલના ખતરઅંતર પૂછ્યા. જે સમયે આ દુર્ઘટના બની તે સમયે તેઓ સેટ પર હાજર હતા.
- આ ફિલ્મના પોસ્ટરમાં દર વખતની જેમ કમલ હાસનને કંઈક અલગ અંદાજમાં દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મમાં કમલ હાસને એક વૃદ્ધનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મ ‘ઈન્ડિયન 2’ કમલ હાસનની 1996માં આવેલી ફિલ્મ ‘ઈન્ડિયન’ની સિક્વલ હોવાનું કહેવાય છે.આ ફિલ્મને લઈને મનોરંજન જગતમાં એ વાતને લઈ ચર્ચા હતી કે આ કમલ હાસનની અંતિમ ફિલ્મ હોઈ શકે છે. મૂળે કમલ હાસને હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે તેઓ હવે કોઈ ફિલ્મ નહીં કરે. તેઓએ આવો નિર્ણય રાજકારણમાં પોતાની વધી રહેલી સક્રિયતાને કારણે લીધો છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News