Patan News : પાટણ શહેરનાં મીરાં દરવાજાથી પદ્મનાભ જવાનાં રોડ ઉપર લાલેશ્વર પાર્ક અને જીવનધારા સોસાયટી જવાનાં ચાર રસ્તા પર જીવરાજપાર્ક સોસાયટીનાં નાકે ચામુંડા મોલની સામે એક બુલેટ અને એક્ટીવા એક બીજા સાથે જોરદાર ધડાકા સાથે અથડાતાં એક્ટીવા પર સવાર એક પુરૂષ, મહિલા અને એક છોકરીને ઇજાઓ થવા પામી હતી.આ બનાવ બનતાં 108ને જાણ કરતાં તેનાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક્ટીવા ચાલકને ઇજા પહોચતાં તેને સારવાર માટે ખસેડાયો હતો. જ્યારે મહિલા અને બાળકીને અલગથી સારવાર માટે લઈ જવાયા હતાં.
આ અંગેની મળતી માહિતી મુજબ જીવનધારા તરફથી પદ્મનાભ તરફનાં તિવ્ર વળાંકમાં બંને વાહનો એકબીજા સાથે અથડાતાં ગંભીર ઇજા પામેલા પુરુષને જોઇને તેની સાથેની મહિલા છોકરી પણ બેભાન જવા થઈ ગયા હતાં. એક્ટીવાનાં આગળનાં ભાગનો એક ટૂકડો તૂટી ગયો હતો.આ બનાવમાં બુલેટ ચાલકનાં કહેવા મુજબ એક્ટીવા ચાલક તેને પાછળથી અથડાયો હતો.
આ બનાવ બનતાં લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતાં ને 108ને જાણ કરી હતી. આ અકસ્માતમાં 108માં લઇ જવાયેલા ઇજાગ્રસ્તનું નામ મનુભાઇ મગનભાઇ પ્રજાપતિ રે. સરદારબાગ પાસે, પાટણવાળા હોવાનું જાણવા મળ્યું છે. એમ 108નાં પાયલોટ ગુલાબખાન બલોચે જણાવ્યું છે.