પાટણ હાઇવે પર બે રીક્ષા વચ્ચે અકસ્માત, એક મહિલા અને બાળકનું મોત
પાટણ-ડીસા હાઇવે (Patan Deesa Highway) પર અધાર ગામ પાસે આજે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો છે. પાટણ-ડીસા હાઇવે પર બે રીક્ષા સામ સામે અથડાતા અકસ્માત (Accident) થયો હતો. જેમાં બને રીક્ષામાં સવાર લોકો ઇજાગ્રસ્ત બનતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક મહિલા અને બાળકનું મોત થયું હતું.
નોંધનીય છે કે પાટણ જિલ્લામાં (Patan District) અવાર નવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે ત્યારે પાટણ-ડીસા રોડ પર આજે સવારે અઘાર ગામ પાસે આવેલ ગોગ મહારાજના મંદિર નજીક બે રીક્ષા સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત થતા રીક્ષામાં સવાર લોકો ઘાયલ થતા ઇજાગ્રસ્તોને સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન મકવાણા દમયતિબેન પ્રકાશભાઇ અને એક બાળકી ભુમિકા બેન પરમારનું મોત થયું હતું. અકસ્માત સમાચાર મળતા લોકોના ટોળા એકત્ર થયા હતા .
- પાટણની પ્રતિકૃતિ છલકાવતું પાટણ મ્યુઝીયમ – જુઓ અદ્દભુદ તસવીરો.
- રાહુલ ગાંધીના સમર્થમાં કૉંગ્રેસ દ્વારા પ્રેસ યોજી ભાજપ પર આકરા પ્રહાર કરાયા
- ઉત્તર ગુજરાતમાં સોપ્રથમવાર પાટણ જનતા હોસ્પિટલ દ્વારા હૃદયના કાણાનું સફળ ઓપરેશન કરાયું.
- ડીસા -રાધનપુર હાઇવે પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો.
- શું તમારું ખાતું પોસ્ટમાં છે? તો કરો આ કામ નહિ તો આ ગ્રાહકોના ખાતા થશે નિષ્ક્રિય
- ધોરાજી તાલુકાના વેગડી ગામ પાસે પસાર થતી ભાદર નદી માંથી તરતો મૃતદેહ મળ્યો
- ધોરાજી : બે જૂથો વચ્ચે મારામારી – પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો
- માળીયા હાટીના : કમોસમી માવઠાને લઈ ખેડૂતોનાં ઊભા પાકોને થયેલ નુકશાની અંગે તાત્કાલિક ધોરણે વળતર આપવા માંગ.