પાટણ શહેરના મોતીસા દરવાજા વિસ્તારમાં ઘરમાં લાગી આગ
Patan City : પાટણ શહેરના મોતીસા દરવાજા વિસ્તારમાં ઘરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. પાટણ શહેરના મોતીસા દરવાજા વિસ્તારમાં આવેલ ડોડીયાવાસ ખાતે રહેતા રામીબેન કુબેરભાઈ સોલંકીના બંધ મકાનમાં આકસ્મિક આગ લાગી હતી.
આ આકસ્મિક આગ લાગતા ઘરમાં પડેલો કાટ-માળ બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. આ આગ અંગેની જાણ પાલિકાના ફાયર ફાઈટરને કરાતા તેઓ તુરંત ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આંગ પર કાબુ મેળવ્યો હતો.
આમ આગ વધુ પ્રસરતા અટકી જતા સ્થાનિક રહીશોએ રાહત નો શ્વાસ લીધો હતો. તો આ અચાનક લાગેલી આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સ્થાનિક લોકો અનુમાન લગાવી રહ્યા છે
રિપોર્ટર :- મોહમ્મદ પઠાણ, પાટણ
- પાટણની પ્રતિકૃતિ છલકાવતું પાટણ મ્યુઝીયમ – જુઓ અદ્દભુદ તસવીરો.
- રાહુલ ગાંધીના સમર્થમાં કૉંગ્રેસ દ્વારા પ્રેસ યોજી ભાજપ પર આકરા પ્રહાર કરાયા
- ઉત્તર ગુજરાતમાં સોપ્રથમવાર પાટણ જનતા હોસ્પિટલ દ્વારા હૃદયના કાણાનું સફળ ઓપરેશન કરાયું.
- ડીસા -રાધનપુર હાઇવે પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો.
- શું તમારું ખાતું પોસ્ટમાં છે? તો કરો આ કામ નહિ તો આ ગ્રાહકોના ખાતા થશે નિષ્ક્રિય
- ધોરાજી તાલુકાના વેગડી ગામ પાસે પસાર થતી ભાદર નદી માંથી તરતો મૃતદેહ મળ્યો
- ધોરાજી : બે જૂથો વચ્ચે મારામારી – પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો
- માળીયા હાટીના : કમોસમી માવઠાને લઈ ખેડૂતોનાં ઊભા પાકોને થયેલ નુકશાની અંગે તાત્કાલિક ધોરણે વળતર આપવા માંગ.