Accident On The Patan Deesa Highway : પાટણ-ડીસા હાઈવે પર કોઈટા હાઈસ્કૂલ પાસે ડમ્પરે બાઈકને પાછળથી ધડાકાભેર ટક્કર મારતા બાઈક સવાર રોડ પર પડી જતાં મહિલા પર ટાયર ફરી વળતાં ડીસા તાલુકાના કણઝરા ગામના મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું અને બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચતાં સારવાર અર્થે ધારપુર ખસેડવામાં આવ્યા હતા. વાગડોદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
રવિવારે બપોરના ચાર વાગ્યાના સુમારે ડિસા તાલુકાના કણઝરા ગામના ઠાકોર પ્રવિણજી અરજણજી, કાકી મંજુલાબેન ઠાકોર અને આશાબેન ઠાકોર ત્રણે તેમનું બાઈક જીજે 08 એકે 6174 નંબર કોઈટાથી ઘરે કણઝરા જઈ રહ્યા હતા. જેમણે પાટણ-ડીસા હાઈવે પર કોઈટા હાઈસ્કૂલ પાસે જીજે 27જીડી 7303ના ડમ્પર ચાલકે ગફલતભરી હંકારી બાઈકને પાછળથી ટક્કર મારી હતી.
બાઈક ચાલક પ્રવિણજી ઠાકોરને માથાનાં ભાગે ગંભીર ઈજા થઈ હતી અને આશાબેનને નાની મોટી ઈજા પહોંચતા 108 દ્રારા ધારપુર ખસેડવામાં આવ્યા હતા અને પાછળ બેઠલ મહિલા 35 વર્ષિય મંજુલાબેન બદુજી ઠાકોરનું માથું છુંદાઈ જતાં ઘટનાસ્થળે કરુણ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.
મૃતક મંજુલાબેન ઠાકોર પીએમ અર્થે જંગરાલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને પીએમ કરાવી લાશ વાલીવારસોને સોંપવામાં આવી હતી. આ અંગે મૃતકના દિયર જસંવતજી બાબુજીની ફરિયાદ આધારે વાગડોદ પોલીસે ડમ્પર ચાલક સામે ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મૃતકના પરિવારમાં આકસ્મિક મોતથી ગામ અને પંથકમાં શોકની લાગણી પ્રસરવા પામી હતી.
ખોડાણા ગામથી દિકરાની વહુ આશાબેનને તેડીને કણઝરા ગામે આવી રહ્યા હતા તે સમયે કાળમુખા ડમ્પરે પાછળથી ટક્કર મારતાં ત્રણે રોડ પર પટકાયા હતા. વહુની નજર સામે સાસુનું મોત નિપજ્યું હતું.ડમ્પરની ટક્કરથી મહિલા 50 ફુટ જેટલી ઘસેડાઈ હતી.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans