Rajasthan

Accident

મંગળવારે મોડી સાંજે હારીજ તાલુકાના નાણા ગામ પાસે બે બાઇક સામસામે ટક્કર (Accident) મારતા બે યુવકોના મોત થયા હતા. અને ત્રણને ઈજાઓ થતા ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ઘટનામાં ઈન્દ્રમણા ગામના મિત્રને લઈને પરત ગામ આવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. માસા ગામના પ્રકાશજી મદારજી ઠાકોરના કુટુંબી ભાઇ રાજેશજી અનુપજી ઠાકોર બાઇક લઇને આવતા ઈન્દ્રમણા ગામના મિત્ર શૈલેષજી અનુપજી ઠાકોરને પિપલાણા ગામેથી લઇને પરત આવી રહ્યા હતા.

આ પણ જુઓ : પાટણ: આજથી વેક્સિનેશન માટે કર્મચારીઓની ટીમો સર્વે કરશે

આ દરમિયાન સાંજે છ વાગ્યાના સમયે પિપલાણાથી નાણા વચ્ચે જોગણી માતાના મંદિર પાસે સામેથી આવતા બાઈક સાથે તેમનું બાઈક અથડાતાં બંને બાઈક ચાલકો નીચે પટકાતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. વાગોસણના રાજેશજી અનુપજી અને મહેન્દ્રભાઇ બાબુભાઇ રાવળને તાત્કાલિક 108માં સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડાતાં મૃત જાહેર કરાયા હતા.

વેજાવાડાના શૈલેષ ઠાકોર, પ્રકાશ ઠાકોર અને ઠાકોર વિપુલજી મગાજીને ઇજાઓ પહોંચી હતી. માસા ગામના પ્રકાશજી મદારજી ઠાકોરે આ અંગે પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024