Oxford Corona vaccine

Vaccination

પાટણ જિલ્લામાં કોરોના વેક્સિન (Vaccination) ની પૂર્વ તૈયારી માટે ગુરુવારથી 517 ગામો સહિત સમગ્ર જિલ્લામાં 50થી વધુ ઉંમર ધરાવતા અને 50 વર્ષથી નીચેની ઉંમરના કેન્સર, હૃદયરોગ, કિડની, થેલેસેમિયા સહિતની ગંભીર બીમારી ધરાવતા લોકોની યાદી બનાવવા માટે ડોર ટુ ડોર સર્વેલન્સ શરૂ થશે.

ત્રણ દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ થઇ જશે. સર્વે માટે 2020 કર્મચારીઓની 1010 ટીમો તૈયાર કરવામાં આવી છે. કોરોના વેક્સિન માટે આરોગ્ય તંત્ર દ્વારા વિવિધ વિભાગો પાસેથી ફ્રન્ટલાઈન વર્કરોની યાદી માગવામાં આવી છે. જેમાં 50 ટકા વિભાગોએ યાદી તૈયાર કરી મોકલી આપી છે.

તંત્ર ચૂંટણીની મતદારયાદીના ડેટા આધારે સર્વેલન્સ કરશે. સર્વેલન્સમાં ડોર ટુ ડોર ફરીને નામ, ઉંમર, મોબાઇલ નંબર, જન્મ તારીખ, સરનામું, અને ઓળખપત્રની માહિતી લેવામાં આવશે.

આ પણ જુઓ : રાજ્યના પ્રાથમિક શિક્ષકોના હિતમાં મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય

ઉપરાંત વેક્સિન રાખવા માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેમાં ધારપુર સિવિલ કેમ્પસમાં જિલ્લાનો વેક્સિન સ્ટોર તૈયાર કરવામાં આવ્યો છે. રસી રાખવા માટે સાત રેફ્રિજરેટર તૈયાર રાખવામાં આવ્યા છે. સમગ્ર જિલ્લામાં જુદાજુદા સ્થળો પર વેક્સિન રાખવા માટે 71 સ્થળોએ કુલ 158 રેફ્રિજરેટર જેમાં 73 ડીપ ફ્રીજ અને 85 આઈ.એલ.આર ફ્રીજની વ્યવસ્થા કરાઈ છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.