જૂનાગઢ પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યાનો મામલો : ગણતરીની મિનિટો માં જ પોલીસે આરોપીને ઝડપ્યો

પોસ્ટ કેવી લાગી?

પ્રતાપ સીસોદીયા, Junagadh : જૂનાગઢમાં પ્રેમ પ્રકરણમાં યુવકની કરુણ હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. ચોરવાડના ગડુ ગામમાં રાત્રે પ્રેમિકાને મળવા માટે તેના ઘરે ગયેલા પ્રેમીને યુવતીના પિતાએ ઢોર માર માર્યો હતો. જીવ બચાવવા માટે યુવક ત્યાંથી ભાગી ગયો પરંતુ રસ્તામાં જ તે બેભાન થઈને ઢળી પડ્યો હતો. યુવકના પરિજનોને ઘટનાની જાણ થતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. હવે આ મામલે પોલીસ હરકતમાં આવતા આરોપીને ઝડપી પાડ્યો છે.

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ચોરવાડ ગામે ગઈકાલે એક કરણ ગોવિંદ વાઢેર નામનાં 25 વર્ષના યુવકની હત્યા થઈ હતી જેનાં આરોપીને ઝડપી લીધા હતા.
આ યુવાન અને યુવતીને પ્રેમ સંબંધ હતો જેમાં છોકરીની સગાઈ થતાં છોકરો તેમના ઘરે ગયો હતો અને માથાકૂટ થતા છોકરી ના પિતાએ યુવકને માર મારતા ગંભીર ઈજા થતા યુવકનું મોત નિપજ્યું

હાલ આ બાબતને લઈને ચોરવાડ પોલીસ દ્વારા યુવતી ના પિતાને આરોપી તરીકે અટક કરી પૂછપરછ હાથ ધરીછે

પ્રથમ આ યુવક યુવતીના ઘરે ગયો હતો અને ત્યાં તેમને માર મારતા દોઢેક કિલોમીટર દૂર ખરેડા ફાટક કે આવી પહોંચતા ક્યાંથી કોઈ સ્કૂટર ચાલક ના ફોનમાંથી ફોન કરીને ઘરે જાણ કરાઈ હતી પ્રથમ યુવકના મામાને જાણ થતા ઘટના સ્થળે દોડી જઈ અને યુવકને ત્યાંથી લઈ ચોરવાડ હોસ્પિટલ ખાતે આવતા હતા ત્યારે રસ્તામાં જીવક નું મોત નીપજ્યું હતું અને મારામારીનો મામલો ફોનમાં પહોંચી ચૂક્યો હતો હાલ તો આરોપીને ચોરવાડ પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરાઈ હતી

પોલીસ અધિક્ષક કરનરાજ વાધેલા

ફરીયાદ મળતા ચોરવાડ પોલીસ સ્ટેશન માં આઇ.પી.સી. કલમ ૩૦૨ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબનો ગુન્હો દાખલ કરી આરોપીની અટક કરી આગળની વધુ તપાસ માંગરોળ dysp ડી વી કોડિયાતર તેમજ ચોરવાડ પોલીસ તપાસ હાથધરી છે.

આ કામગીરીમાં ચોરવાડ પોલીસ સ્ટેશનના psi કે.એમ.ગઢવી, પો. હેડ કો. એચ.બી.ડોડીયા , બી.આર.સિંધવ, પો. કોન્સ. સખુદેવસિંહ ઝડારીયા, ભગતસિંહ વાળા ,વિપુલ ચોપડા, સંજય ગલ તથા ધર્મેશભાઈ સિંધવ, ક્રિપાલ સિંધવ તથા ડ્રા. પો. હડે કોન્સ. જેસીંગભાઇ વાળા સહિતના પોલિસ સ્ટાફ એ સાથે રહી કામગીરી બજાવેલ.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures