The girls body was found naked in Mehsana

Mehsana : મહેસાણાના બાસણા ગામ નજીક ખેતરમાંથી યુવતીનો મૃતદેહ મળવા મુદ્દે ચોંકાવનારા ખુલાસા થયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ફોરન્સિક રિપોર્ટમાં યુવતીની ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે. આરોપીઓએ નિર્દયતા પૂર્વક યુવતીની કરોડરજ્જૂ તોડી, દુપટ્ટાથી ગળુ દબાવી દીધુ હતું. ત્યારબાદ માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકીને હત્યા નીપજાવી હતી.

વીસનગર તાલુકાના બાસણા પાસેથી યુવતીનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. યુવતીનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવવાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી યુવતીના એને ફોરેન્સિક પીએમ માટે અમદાવાદ ખાતે મોકલી આપ્યો હતો.

જોકે ફોરેન્સિક રિપોર્ટમાં દુષ્કર્મ અંગે કંઈ જણાયું નથી. જેને પગલે તબીબોએ વિશેરા મેળવીને દુષ્કર્મ અંગે ફોરેન્સિક રીતે તપાસ શરૂ કરી છે. દુષ્કર્મ થયું હતું કે કેમ તે હજુ સ્પષ્ટ નથી, તો બીજીતરફ પરિવારમાં ભારે આક્રંદ સાથે આક્રોશ છે. પરિવારજનોએ જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે.

પોલીસ આ કેસમાં અત્યાર સુધી 10 જેટલા શંકાસ્પદોની પૂછપરછ કરી ચૂકી છે, પરંતુ હજુ સુધી આરોપીઓ સુધી નથી પહોંચી શકી. જે શંકાસ્પદોની પૂછપરછ કરાઈ છે તેમાં એક રિક્ષાચાલક પણ છે. મૃત્યું પામનાર યુવતી માનવ આશ્રમ ચોકડીથી તેની રિક્ષામાં બેસી હતી અને દેલા નજીકથી એક અજાણ્યો શખ્સ પણ રિક્ષામાં બેઠો હતો. રીક્ષા ચાલક બંનેને ગઢા ગામના પાટીયે ઉતારીને મહેસાણા પરત ફર્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે આ કેસમાં બે-ત્રણ બાબતો છે. કોઈની સાથે મનદુઃખ થયું હોય, અણબનાવ હોય અથવા તો અજાણી વ્યક્તિએ એના એકલતાનો લાભ લીધો હોય અને તેની સાથે જબરદસ્તી કરી હોય એવું પણ માની શકાય. આ જેટલા પણ પાસાઓ છે તે તમામ પાસાઓ પર પોલીસની અલગ-અલગ ટીમો તપાસ કરી રહી છે. પ્રાથમિક અહેવાલ પ્રમાણે આરોપીઓએ દુપટ્ટાથી યુવતીનું ગળું દબાવી દીધું હતું. જેના કારણે કરોડરજ્જુ અને ગળાના જોઈન્ટમાં ઘણા બધા ક્રેક્ર થઈ ગયા હતા. શરીર પર ઇજાના નિશાનો હતા. માથાના ભાગે પણ ઇજાના નિશાનો હતા.

મહત્વનું છે કે યુવતીનો મૃતદેહ નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. યુવતીના કપડાં અને બેગ મૃતદેહથી 500 મીટર દૂર મળ્યાં હતા. હત્યા પહેલા યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા સેવાઇ રહી છે. મૃતક યુવતીની ઉંમર 23 વર્ષ છે અને તે વિસનગર તાલુકાના એક ગામની રહેવાસી હતી. તે મહેસાણામાં આવેલા એક મોલમાં નોકરી કરતી હતી. એટલું જ નહીં છેલ્લા બે દિવસથી યુવતી ગુમ હોવાની પણ ફરિયાદ નોંધાઈ હતી.

દલિત અગ્રણી અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ ત્યાં પહોંચ્યા હતા. પોલીસ દ્વારા ચોક્કસ તપાસની ખાતરી આપવામાં આવી અને પરિવાર દ્વારા તાત્કાલિક અસરથી આરોપીઓને શોધવામાં નહીં આવે તો મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં એવું જણાવ્યું હતું.

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024