Acid attack

Acid attack

સુરત શહેરમાં એક એસીડ અટેક (Acid attack) નો બનાવ સામે આવ્યો છે. સુરત શહેરમાં પરવત ગામ વિસ્તારમાં પતિએ પત્ની પર એસીડ ફેંકીને હુમલો (Acid attack) કર્યો છે. ગત બપોરે તેના પતિએ બ્યુટી પાર્લરમાં આવી તેના એસિડ ફેંક્યું હતું. જોકે, પત્ની ખસી જતા બચી ગઈ હતી.

સુરત શહેરના પરવત પાટીયા ખાતે માતાપિતાને ત્યાં રહેતી યુવતીના ૧૩ વર્ષ અગાઉ સુરતના મહિધરપુરા વિસ્તારમાં રહેતા સમીર સાથે લગ્ન થયા હતા. લગ્નના બે ત્રણ વર્ષ બાદ સમીર સીમા ઉપર શક કરી અવારનવાર ઝઘડો કરતો હતો. તો ગત ૧૯ જૂનના રોજ સીમાએ તેની ફ્રેન્ડ સાથે ભાગીદારીમાં પરવત ગામ વિસ્તારમાં બ્યુટી પાર્લર શરૂ કર્યું હતું.

સમીર બ્યુટી પાર્લર શરૂ કર્યું તે દિવસે જ ત્યાં પહોંચ્યો હતો. તથા સીમા સાથે ગાળાગાળી કરીને માર માર્યો હતો. તેથી સીમા તેના માતા પિતાના ઘરે રહેવા ચાલી ગઈ હતી. આ બાદ ગત બપોરના રોજ સીમા અને તેની ભાગીદાર ફ્રેન્ડ તેમના બ્યુટી પાર્લર ઉપર હાજર હતા. ત્યારે સમીર ત્યાં આવ્યો અને સીમા સાથે બાળકો અંગે પૂછી ઝઘડો કર્યો હતો. તેમજ તેને સાથે લાવેલી પ્લાસ્ટીકની થેલીમાંથી પ્લાસ્ટીકની એસિડની બોટલ કાઢી સીમા ઉપર ફેંક્યું (Acid attack) હતું.

જો કે, સીમા ખસી જતા એસિડ થોડું જમીન ઉપર અને થોડું વ્હીલચેર ઉપર પડ્યું હતું. તેથી તેનો બચાવ થયો હતો. એસિડના કારણે નીકળેલા ધુમાડાને લીધે સીમાને આંખમાં બળતરા થઈ હતા. તો સમીર સીમાને જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યો હતો. સ્મીમેર હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ સીમાએ ગતરાત્રે સમીર વિરૂદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ કરી. ફરિયાદ નોંધાવતા પોલીસે સમીરને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024