Jayaprakash Reddy
સાઉથ ફિલ્મોના ફેમસ એક્ટર 74 વર્ષીય જયપ્રકાશ રેડ્ડી (Jayaprakash Reddy) નું હાર્ટ એટેકથી અવસાન થયું છે. તેમણે આંધ્રપ્રદેશના ગુંટુરમાં અંતિમ શ્વાસ લીધો છે. મંગળવારે સવારે હાર્ટ એટેક આવ્યા બાદ તેમનું અવસાન થયું હતું.
તેલુગુ ફિલ્મના દર્શકોમાં જયપ્રકાશ રેડ્ડી (Jayaprakash Reddy) હાસ્ય અભિનેતા તરીકે ઓળખાય છે. તથા તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત બ્રહ્મપુત્રુદુથી કરી હતી. જયપ્રકાશ રેડ્ડીના મૃત્યુના સમાચાર સાંભળ્યા બાદ ટોલીવુડ અને બોલીવુડમાં પણ શોક છવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, જયપ્રકાશ (Jayaprakash Reddy) હાર્ટ એટેકને કારણે તેમના બાથરૂમમાં પડી ગયા હતા. રેડ્ડી કુર્નૂલના અલ્લાગદ્દાના રહેવાસી હતા. તેમણે પોતાની કરિયરની શરૂઆત બ્રહ્મપુત્રુ ફિલ્મથી કરી હતી. તથા 1980ના દાયકાના અંતમાં ઘણી ફિલ્મોમાં નાના પાત્રોમાં અભિનય કર્યો. પરંતુ, તેમને બાલકૃષ્ણ સ્ટારર સમરસિમ્હા રેડ્ડી પાસેથી ઓળખ મળી હતી.
TDP (Telugu Desam Party) chief N Chandrababu Naidu expresses grief on the passing away of Telugu actor Jaya Prakash Reddy. pic.twitter.com/4J8FfUcnUb
— ANI (@ANI) September 8, 2020
ટ્વિટર પર તેમના માટે શ્રદ્ધાંજલિ અને શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુએ પણ તેમના મૃત્યુના સમાચાર મળ્યા પછી જયપ્રકાશ રેડ્ડીને શ્રદ્ધાંજલિ આપી હતી.
જયપ્રકાશ રેડ્ડીને તેલુગુ ફિલ્મોના દર્શકોમાં જેપી તરીકે જાણીતા હતા. તેમજ તેઓ એક કોમેડી અભિનેતા તરીકે તથા અમૂક ફિલ્મોમાં તે વિલનની ભૂમિકા માટે પણ જાણીતા હતા.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.