BMC notice
કંગના રનોતની મુંબઈ સ્થિત ઓફિસ પર BMC ટીમે દરોડા પાડ્યા હતા. કંગનાને બીએમસી તરફથી નોટિસ (BMC notice) ફટકારવામાં આવી છે. કંગનાની ઓફિસ પર બીએમસીએ નોટિસ મારી દીધી છે. બીએમસી પ્રમાણે કંગના રનોતની ઓફિસ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી છે. બીએમસીનું માનવું છે કે ઓફિસ નિર્માણમાં નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે.
નોટિસમાં લખવામાં આવ્યું છે કે, આગામી 24 કલાકની અંદર કંગનાએ પોતાની ઓફિસના કન્સટ્રક્શન અને રિઇનોવેશન સંબંધિત તમામ ડોક્યૂમેન્ટ બીએમસી ઓફિસમાં જમા કરાવવાના છે.
ये मुंबई में मणिकर्णिका फ़िल्म्ज़ का ऑफ़िस है, जिसे मैंने पंद्रह साल मेहनत कर के कमाया है, मेरा ज़िंदगी में एक ही सपना था मैं जब भी फ़िल्म निर्माता बनूँ मेरा अपना खुद का ऑफ़िस हो, मगर लगता है ये सपना टूटने का वक़्त आ गया है, आज वहाँ अचानक @mybmc के कुछ लोग आए हैं 🙂 pic.twitter.com/C7zGe8ZyGe
— Kangana Ranaut (@KanganaTeam) September 7, 2020
આ પણ જુઓ : ધોરણ 12 પાસ ઉમેદવારો માટે એરફોર્સમાં ભરતીમેળો
આ નોટિસમાં ગેયકાયદેસર નિર્માણના સંબંધમાં જાણકારીઓ શેર કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાઉન્ડ ફ્લોર પર ટોયલેટને ગેરકાયદેસર રીતે ઓફિસ કેબિનમાં ફેરવી દેવામાં આવ્યું. ગ્રાઉન્ડ ફ્લોર પર ગેરકાયદેસર કિચનને સ્ટોર રૂમ બનાવી દેવામાં આવ્યું. તો ગેરકાયદેસર પેન્ટ્રીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ફર્સ્ટ ફ્લોર પર રૂમને ગેરકાયદેસર રીતે વિભાજીત કરવામાં આવ્યો. ફર્સ્ટ ફ્લોર પર પૂજા ઘરમાં પણ પાર્ટિશન કરવામાં આવ્યા છે.
Because of the criticism that @mybmc received from my friends on social media, they didn’t come with a bulldozer today instead stuck a notice to stop leakage work that is going on in the office, friends I may have risked a lot but I find immense love and support from you all 🙏 pic.twitter.com/2yr7OkWDAb
— Kangana Ranaut (@KanganaTeam) September 8, 2020
આ સિવાય સેકન્ડ ફ્લોર પર બંગલા નંબર 4 અને બંગલા નંબર 5ને ગેરકાયદેસર રીતે દીવાલ હટાવીને જોડી દેવામાં આવ્યા છે. મેન એન્ટ્રી ગેટની પોઝિશનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.