Adipurush

બાહુબલી સ્ટાર પ્રભાસ (Prabhas) ની નવી ફિલ્મ આદિપુરુષ (Adipurush) આવી રહી છે. ફિલ્મમાં સૈફ અલી ખાન વિલનનાં પાત્રમાં નજર આવશે. તે લંકેશ એટલે કે રાવણનું પાત્ર ભજવી રહ્યો છે. મેકર્સે સૈફ અલી ખાન (Saif Ali Khan)નું પોસ્ટર રિલીઝ કર્યું છે. તથા ફિલ્મમાં તે ખતરનાક દાનવનાં પાત્રમાં નજર આવશે.

તો સૈફ અલી ખાન ફરી એક વખત ખલનાયકના રોલમાં નજરે પડશે. તે પ્રભાસની ફિલ્મ આદિપુરૂષ (Adipurush) માં રાવણનો રોલ કરશે. આ ફિલ્મને ઓમ રાઉત ડાયરેક્ટ કરી રહ્યા છે. ઓમ રાઉતની સાથે સૈફ અલી ખાનની આ બીજી ફિલ્મ છે. જો કે, આ પહેલા સૈફ ફિલ્મ તાનાજઃ ધ અનસંગ વોરિયરમાં ખલનાયકનો રોલ ભજવ્યો હતો.

હાલમાં જ સૈફ અલી ખાનને ફિલ્મ ‘આદિપુરુષ’માં ઇન્ટ્રોડ્યુસ કરતાં પોસ્ટર રિલીઝ થયુ છે. આ પોસ્ટરમાં A અક્ષરની પાછળ ઘણાં દાનવોનો ચહેરો નજર આવે છે. પોસ્ટર પર સૈફ અલી ખાનનું નામ લખેલું છે. જેમાં લખ્યુ છે. સૈફ અલી ખાન લંકેશનાં પાત્રમાં. આ પોસ્ટરથી સ્પષ્ટ થઇ જાય છે કે ફિલ્મમાં સૈફ અલી ખાન દાનવનાં રોલમાં નજર આવશેત આ ફિલ્મમાં સૈફ અને પ્રભાસની જોરદાર ટક્કર નજર આવશે. તેમનાં ધમાકેદાર એક્શન સિન્સ પણ જોવા મળશે.

ફિલ્મને ટી-સિરીઝ પ્રોડ્યુસ કરી રહી છે. ફિલ્મમાં લીડ રોલમાં પ્રભાસ છે. તે રામના રોલમાં છે. મૂવી 3માં હશે. આ ફિલ્મને હિંદી સહિત 5 ભાષાઓમાં બનાવવામાં આવશે.

આ ફિલ્મને લઈને પ્રભાસે કહ્યું હતું કે દરેક રોલ અને દરેક ચરિત્ર પોતાના પડકારોની સાથે આવે છે. પરંતુ આ પ્રકારના રોલ નિભાવવા માટે એક મોટી જવાબદારી અને ગૌરવ આવે છે. હું આપણા મહાકાવ્યના આ પાત્રને નિભાવવા માટે ખુબ જ એક્સાઈટેડ છું. ખાસ કરીને જે પ્રકારે ઓમે આ ડિઝાઈન તૈયાર કરી છે. મને આશા છે કે આપણા દેશના યુવાનોને અમારી ફિલ્મ ચોક્કસ પસંદ આવશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024