Siddhpur
સિદ્ધપુર (Siddhpur) કાકોશી ફાટક પાસે કિશોરીએ ઝેર પીધાનો બનાવ બન્યો છે. સિદ્ધપુર કાકોશી ફાટક પાસે તાલુકાના લુખાસણ ગામની 14 વર્ષની કિશોરીએ ઝેરી દવા પી જતા તેનું મોત થયું હતું.
કિશોરીના પિતાએ આ અંગે સિદ્ધપુર પોલીસ મથકેજાણ કરતા પોલીસે અકસ્માત મોત નોંધ કરી હતી. સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામે રહેતી 14 વર્ષની કિશોરી તેજલબેન સુરેશભાઈ નાઇકાએ સિદ્ધપુર કાકોશી ફાટક પાસે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેથી કિશોરીનું મોત થયું હતું.
આ પણ જુઓ : ભારતમાં OLED મોબાઇલ ડિસ્પ્લે યૂનિટ લગાવશે Samsung
આ અંગે તેણીના પિતા સુરેશભાઈએ સિદ્ધપુર પોલીસ મથકે જાણ કરતા તપાસ પીએસઆઇ એમ એમ માળીએ હાથ ધરી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.